વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ

જામનગર તા. ૧પઃ રેલવેનું ધીમેધીમે ખાનગીકરણ થઈ રહ્યું છે, ત્યારે આજે હાપા (જામનગર)માં રેલવે કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા હતાં અને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. ભારત સરકાર દ્વારા રેલવેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલવેના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતભરમાં રેલ કર્મચારીઓ દ્વારા તા. ૧૪થી ૧૯ સુધી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હાપા-જામનગર બ્રાન્ચના એમ્પ્લોઈઝ યુનિયનના કર્મચારીઓ દ્વારા આજે હાપામાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. જેમાં મુખ્ય મુદ્દાઓમાં રેલવેનું ખાનગીકરણ ઉપરાંત આઉટસોર્સ અને 'પાસ' અને પેન્શન નીતિના વિરોધમાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો.

close
Ank Bandh
close
PPE Kit