Advertisement
Author: નોબત સમાચાર

દીપાવલી પર્વે બેટદ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં અન્નકૂટ મનોરથઃ નિત્યક્રમ બદલાશે

નવમી નવેમ્બરને સોમવારે આયોજનઃ

                                                                                                                                                                                                      

બેટ દ્વારકા તા. ૫: યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણનું શયન સ્થાન ગણાતા દ્વારકાધીશ મંદિરમાં આગામી દીપાવલી પર્વના ઉત્સવોની પરંપરાગત રીતે ઉજવણી કરાશે. તા. ૯-૧૧-૨૦૨૬ને સોમવાર (આસો વદ અમાસ)ના શ્રી દ્વારકાધીશ મંદિર તથા મંદિર પરિસરના અન્ય મુખ્ય મંદિરોમાં અન્નકુટ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

બેટ દ્વારકાધીશ મંદિરમાં ઉત્સવો અનુસાર ઠાકોરજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયા છે જે અનુસાર તા. ૯ નવેમ્બરના ઠાકોરજીની મંગલા આરતી સવારે ૬:૩૦ વાગ્યે, શ્રી ગોવર્ધન પૂજા સવારે ૮:૩૦ કલાકે, અન્નકુટ મનોરથના પ્રથમ ભોગના દર્શન સવારે ૧૧ થી ૧૨ સુધી તેમજ બપોરે ૧ થી ૨ સુધી અન્નકૂટ મનોરથના બીજા ભોગના દર્શન થશે. સાંજે ૭ થી રાત્રે ૯ કલાક સુધી અન્નકુટ ઉત્સવ રાજભોજ સહના દર્શન થશે. સાંજે ૪ થી ૭ કલાક સુધી શ્રી શંખનારાયણજી મંદિરમાં અન્નકૂટ મનોરથ યોજાશે. છેલ્લા અન્નકૂટના દર્શન સમય દરમ્યાન તમામ પેટા મંદિરોમાં અન્નકુટ દર્શન થશે.

સર્વે વૈષ્ણવો તથા તીર્થયાત્રીકોને નવ વર્ષના તહેવારોમાં ઠાકોરજીના દર્શન મનોરથનો લાભ લેવા બેટ દેવસ્થાન સમિતિના ઈન્ચાર્જ વ્યવસ્થાપકે જણાવ્યું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh