લોકડાઉનને સફળ બનાવવા વહીવટીતંત્ર-પોલીસ દ્વારા રાત્રે શહેરભરમાં કરાયુ સઘન પેટ્રોલીંગ

ગઈકાલે રાત્રે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા દેશવાસીઓ જોગના સંબોધનમાં કોરોના મહામારીને નાથવા એકવીસ દિવસ સુધી દેશભરમાં લોકડાઉન રાખવાની જાહેરાત કરી તેમાં તમામ દેશવાસીઓનો સહયોગ માંગ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સ જ આ રોગનો એકમાત્ર ઉપાય છે ત્યારે લોકોને સ્વયંભૂ રીતે તેમાં જોડાઈ કોરોનાને નાથવાની જવાબદારી આપવામાં આવી છે. તંત્ર વાહકો દ્વારા લોકડાઉનને સંપૂર્ણ રીતે સફળ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેના ભાગરૃપે ગઈકાલે જિલ્લા સમાહર્તા રવિશંકર શ્રીવાસ્તવ, જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, મ્યુનિ. કમિશ્નર સતિષ પટેલ તેમજ અન્ય વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ રાત્રે શહેરમાં કલેક્ટર કચેરીથી શરૃ કરી પ્રવિણ જોશી સર્કલ સુધી પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં પોલીસની સંખ્યાબંધ જીપ જોડવામાં આવી હતી. નાગરિકોએ પોતપોતાના ઘરોમાંથી આ પેટ્રોલીંગને કુતૂહુલવશ નિહાળ્યુ હતું.                                                                  (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Nobat Subscription