| | |

મુંબઈની લોકલ ટ્રેનમાં આગઃ વાશી રેલવે સ્ટેશન કરાવાયું ખાલી

મુંબઈ તા. ૯ઃ મુંબઈના વાશી રેલવે સ્ટેશન ઉપર આજે સવારે એક લોકલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ટ્રેન સીએસટીથી પનવેલ જઈ રહી હતી. આગ લાગ્યા પછી તરત જ સ્ટેશન ઉપર સૌથી પહેલા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે, અને જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યાં નથી. આગ લાગ્યાની માહિતી મળતા સ્ટેશન ઉપર દોડધામ મચી જવા પામી હતી. આગ પર કાબુ મેળવ્યા બાદ તમામ સેવાઓ કાર્યરત થઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit