પાકિસ્તાનમાં ફફડાટઃ હથિયારોની સ્પર્ધા શરૃ થવાની દહેશત જણાવી

નવી દિલ્હી તા. ૧૪ઃ અમેરિકા સાથે રૃા. ૪૦ હજાર કરોડની ડિફેન્સ સમજૂતિથી ગભરાયેલ પાકિસ્તાને કહ્યું છે કે, આથી એશિયામાં હથિયારોની સ્પર્ધા શરૃ થશે.

પાકિસ્તાનમાં ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. તેને લાગી રહ્યુ છે કે ભારત આગામી થોડાક દિવસમાં મોટી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવકતા આઇશા ફારૃકીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું છે કે વડાપ્રધાન ઇમરાન ખાનની સરકારને આ પ્રકારની દહેશત સતાવી રહી છે. અલબત્ત આના માટે કોઇ નક્કર કારણ તો તેમના તરફથી આપવામાં આવ્યા નથી. ફારૃકીએ કહ્યું છે કે તુર્કીના પ્રમુખ રિસેપ તૈયપ અર્દોગાન પાકિસ્તાનની યાત્રામાં છે. આ ગાળા દરમિયાન ભારત પાકિસ્તાનની સામે બિનજવાબદારીવાળી કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની પ્રવકતાએ કહ્યું છે કે જો ભારત દ્વારા આવી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવશે તો પાકિસ્તાન યોગ્ય જવાબ આપશે.તુર્કી કાશ્મીરના મામલે પાકિસ્તાનના વલણને ટેકો આપે છે. આ બાબત ભારતને પસંદ પડી રહી નથી.

ભારત તરફથી વધુ એક ભયનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અમેરિકાની સાથે મહાકાય એર ડિફેન્સ સિસ્ટમ સમજુતી પર આગળ વધે છે અને ટૂંકમાં જ આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવનાર છે. ફારૃકીએ ભારત તરફથી રહેલા ખતરા અને ભયનો ખુલાસો કર્યો છે. આ અમેરિકાની સાથે થનારી ડીલને લઇને છે. તેમણે કહ્યુ હતુ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ૧.૮ અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવા માટે લીલીઝંડી આપી દીધી છે. જે યોગ્ય બાબત દેખાઇ રહી નથી. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન માને છે કે આ સમજુતીના કારણે દક્ષિણ એશિયામાં હથિયારોને લઇને સ્પર્ધા વધી શકે છે. આ પહેલા રશિયાની સાથે પણ ભારતે એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડીલ કરી છે. આને લઇને અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. જો કે મોદી સરકાર કોઇ પણ રીતે હચમચી ન હતી. રશિયાએ આ સમજુતી તુર્કી સાથે પણ કરી છે. આના પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે આ પ્રણાલી માટે રશિયાને ૬૦૦૦ કરોડ રૃપિયાની પ્રથમ રકમ આપી દીધી છે. તે કોઇ પણ વિલંબ વગર આ પ્રણાલીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ઇચ્છુક છે. આ મિસાઇલ સિસ્ટમ ૩૮૦ કિલોમીટરની રેજમાં રહેલા જેન્ટસ વિમાનો, જાસુસી વિમાનો, મિસાઇલ અને ડ્રોન વિમાનોને ટ્રેક કરીને તેમને નષ્ટ કરી શકે છે.૪૦ હજાર કરોડ રૃપિયાની આ મહાકાય સોદાબાજી દુનિયાની સૌથી મોટી સોદાબાજી હોઇ શકે છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ભારતની યાત્રા પર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના મજબુત સંબંધ પાકિસ્તાન માટે પરેશાની માટે કારણ બની શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ત્રાસવાદના મુદ્દા પર પાકિસ્તાન પર દબાણ લાવ્યુ છે. જેની અસર દેખાઇ રહી છે. કંગાળીના ભયથી ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્મસની શરતો પાળવા માટે પાકિસ્તાન દેખાવા પુરતા પગલા લઇ રહ્યું છે. બે દિવસ પહેલા જ પાકિસ્તાનમાં ત્રાસવાદ વિરોધી કોર્ટે હાફિજ મોહમ્મદ સઇદને પાંચ વર્ષની સજા ફટકારી હતી.પ્રતિબંધિત સંગઠન જમાતઉદદાવાના લીડરને ટેરર ફંડિંગના બે મામલામાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે સજા ફટકારી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit