શોર્ટ સરકીટથી થયું દુકાનમાં આગનું છમકલું

જામનગર તા. ૧૩ઃ જામનગરના પી.એન. માર્ગ પર એક ઈમારતમાં આવેલી સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટની દુકાનમાં ગઈકાલે શોર્ટ સરકીટથી આગનું છમકલું થયું હતું.

જામનગરના ૫ી.એન. માર્ગ પર આવેલા ક્રોસ-વે બિલ્ડીંગમાં સર્જીકલ માલ-સામાન વેચતી એક દુકાનમાં ગઈકાલે બપોરે શોર્ટ સરકીટના કારણે આગ લાગી હતી . જેની ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો દોડી ગયા હતાં.

તે સ્થળે અગ્નિશમન કાર્યવાહી શરૃ કરાયા પછી ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં આવી ગઈ હતી પરંતુ તબીબો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ સળગીને ખાખ થઈ ગયા હતાં. આગના કારણે થયેલી નુકસાનીનો અંદાજ મળવા પામ્યો નથી.

close
Ank Bandh 26 January
close
PPE Kit