અનંતનાગના ખુલચોહરમાં હીઝબુલ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતાઃ

શ્રીનગર તા. ર૯ઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ખુલચોહર વિસ્તારમાં હીઝબુલ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે. એકે-૪૭ રાઈફલ અને બે પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઠાર કરવામાં આર્મી અને પોલીસને સતત સફળતા મળી રહી છે. અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં સુરક્ષા દળોએ ૩ આતંકીઓને ઠાર માર્યા છે. સાથે જ એકે-૪૭ રાઈફલ અને ર પિસ્તોલ પણ જપ્ત કરી છે. આતંકીઓના સંતાયા હોવાના ઈનપુટ મળ્યા પછી સિક્યોરીટી ફોર્સે સર્ચ ઓપરેશન શરૃ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર અને એક હિઝબુલ મુઝાહિદ્દીનનો કમાન્ડર મસૂલ સામેલ હતો. ડીજીપી એ કહ્યું કે, જમ્મુ ઝોનનો ડોડા જિલ્લો ફરી એક વાર આતંકવાદ મુક્ત થઈ ગયો છે. આ પહેલા ર૬ જૂને પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ ૩ આતંકી ઠાર માર્યા હતાં. આ મહિને ૧૭ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ૪૯ આતંકી ઠાર મરાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit