Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકા દ્વારા અપાયેલા કોન્ટ્રાકટ હેઠળની
ખંભાળીયા તા. ૫: ખંભાળીયામાં ડમ્પીંગ યાર્ડમાં કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે તેને ગેરકાયદે રીતે સળગાવી આરોગ્ય સાથે ઈરાદાપૂર્વક ખતરનાક ચેડાં કરાતા હોવાનું કૌભાંડ કોંગી અગ્રણી દ્વારા ગઈકાલે પકડાયું છે.
ગઈકાલે વિશાળ પ્રમાણમાં ધૂમાડા સાથે સવારે આગ લાગી હતી અને કોંગ્રેસના અગ્રણી તથા જાગૃત નાગરિક કપિલ ત્રિવેદી દ્વારા આગ લાગ્યાના ૧૦/૧૫ કલાક પછી ડમ્પીંગ યાર્ડની મુલાકાત લેવાઈ તો ચોંકાવનારી વિગતો બહાર આવી કે ત્યાં ડમ્પીંગ યાર્ડના કચરાના તમામ ઢગલાઓમાં આગ ચાલુ હતી અને કોઈજ ફાયર બ્રિગેડ નહીં, કોઈ આગ ઠારવાના પ્રયત્નો નહીં અને કોન્ટ્રાકટર શાંતિથી કામ કરતો હતો !!
ડમ્પીંગ યાર્ડમાં કચરાના ઢગલા પડયા છે તેમાં એક ઢગલા અને બીજા ઢગલા વચ્ચે ૧૦/૧૫ ફૂટનું અંતર છે, જેથી એકાદમાં કંઈ સળગતો પદાર્થ હોય પરંતુ અહીં તો તમામ ઢગલા સળગતા અને કોઈ ઠારવાવાળુ નહીં, નહીં કોઈ ન.પા.ના જવાબદાર કોન્ટ્રાકટર અને નહીં ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કોઈ વ્યવસ્થા !! ખરેખર જાણે ઉપરથી નીચે સુધી તંત્ર ફૂટેલું હોય તેમ કચરો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે કચરાને સળગાવીને લોકોના આરોગ્ય સાથે છડેચોક, ખુલ્લેઆમ ચેડા થાય છે. અને જિલ્લા તંત્ર તથા પ્રદુષણ બોર્ડ જાણે આમાં 'ભાગીદાર' ના હોય તેમ નીંભર રીતે કઈ કાર્યવાહી વગર તમાશો જુએ છે.
આસપાસના ગ્રામજનોને વ્યાપક પરેશાની
આ કચરાના ઢગલા વર્ષોથી પડયા હોય, અને તેમાં વારંવાર આગ લાગતા વ્યાપક ધૂમાડો થતાં નજીકના વિસ્તારોના લોકોના આરોગ્યની ચિંતા કરવા રાજ્ય સરકાર વૈજ્ઞાનિક રીતે કચરાનો નિકાલ કરવા સાડા ત્રણ કરોડ જેવી જંગી રકમ આપી અને તેનો નિકાલ આવી રીતે થાય છે !!
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ આવા કચરાના ડમ્પીંગ યાર્ડ પર વ્યવસ્થિત કામ થાય તે માટે જિલ્લા કલેકટરને ખાસ સત્તા તથા જવાબદારી સોંપવામાં આવી છે. પણ અહીં જિલ્લા તંત્ર પણ આંખ આડા કાન કરે છે અને પાલિકા તંત્રનું તો કહેવું જ શું ? તેના કોન્ટ્રાકટરના ખીસ્સામાં છે. ખાનગી કોન્ટ્રાકટર મરજી મુજબ માપ કરે અને મરજી મુજબ કામ કરે ચૂંટાયેલી બોડી પણ પ્રેમથી આ તમાશો જુએ છે !!
નવાઈની વાત છે કે ભાજપ સરકાર દ્વારા રાજ્યકક્ષાના પાલિકા નિયામક દ્વારા આ બાબતે જાહેર હિતની અરજી થતાં તપાસ પગલાના આદેશ પ્રાદેશીક નિયામક રાજકોટને થયા છે પણ તેઓ પણ આ કાર્યમાં કંઈ કરતા નથી પણ ભ્રષ્ટાચારની આ ગંગામાં મૌન સ્વીકૃત જેવું કરી રહ્યા હોય, સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી ટીમ તપાસ કરે તો કેટલાયના 'રોટલા' અભડાય જાય તેવું ખુલ્લેઆમ ચાલે છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial