પ્રેમીકાને પજવતા શખ્સને ઠપકો આપતા બોલાચાલી બાદ તલવારથી કર્યો હુમલો

જામનગર તા. ૨૯ઃ જામનગરનો એક યુવક પોતાના પ્રિયપાત્રને પજવતા શખ્સને ઠપકો આપવા જતા તેના પર તલવારથી હુમલો કરાયો છે જ્યારે પૈસાની લેતીદેતીના પ્રશ્ને એક યુવાનને તેના ઘરમાં ઘુસી છરી હુલાવાઈ છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલી ચેમ્બર કોલોનીમાં વસવાટ કરતા સીદીક અબ્દુલભાઈ ચીનાઈ નામના યુવાનને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને તે યુવતીને એકાદ વર્ષથી ખોજા વાડ વિસ્તારમાં આવેલા પીર ચોકમાં રહેતો મુસ્તાક રૃંઝા નામનો શખ્સ પજવણી કરતો હોય સીદીક શનિવારે સમજાવટ કરવા ખોજાવાડમાં ગયો હતો. ત્યાં મુસ્તાક સાથે વાતચીત થયા પછી તેણે હવે મારા ઘરે આવ્યો તો પતાવી દઈશ તેવી ધમકી આપી ગાળો ભાંડી હતી અને તલવાર વડે હુમલો કર્યો હતો. સીદીકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એ.આર. રાવલે આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં ઉનની કંદોરી પાસે રહેતા રમેશભાઈ મોહનભાઈ વાઘેલાના ભાઈ હરીશને ત્રણેક મહિના પહેલાં પાડોશી ત્રીકમભાઈ આલાભાઈ સાગઠીયા સાથે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ત્રીકમભાઈ તથા મનસુખભાઈ ત્રીકમભાઈ છરી સાથે રમેશભાઈના ઘરમાં ઘુસી ગયા હતાં. આ શખ્સોએ છરીનો ઘા મારી રમેશભાઈને લોહીલુહાણ કરી નાખ્યા હતાં અને ઢીકાપાટુથી માર માર્યો હતો. તેની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit