જૈન મુનિ વિજયહંસરત્ન સુરિશ્વરજી મ.સા. ૧પ૦ દિવસથી કરી રહ્યા છે ઉગ્ર તપસ્યા

મુંબઈ તા. ર૧ઃ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે એક તરફ વૈજ્ઞાનિકો વેક્સિનની શોધમાં લાગ્યા છે તો બીજી તરફ, સંતો-મહંતો અને ધર્માચાર્યો વિશેષ તપસ્યા કરી પરમશક્તિના બળે વિશ્વને કોરોનાથી મુક્ત કરવા આરાધના કરી રહ્યા છે. મુંબઈના કાંદિવલીમાં બિરાજતા પ૪ વર્ષિય જૈનાચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજે કોરોનાનો પ્રકોપ નાબૂદ થાય એ માટે સુક્ષ્મ શક્તિને જાગૃત કરવા ૧૮૦ દિવસના ઉપવાસની સાધનાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ અનુસાર જૈન મૂનિ ૧પ૦ દિવસના ઉપવાસ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમજ તેઓ નિયમિત ૧ર કલાક ટટ્ટાર બેસીને સૂરિમંત્રની ત્રીજી પીઠિકાનો જાપ કરી રહ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit