| | |

'જામનગર જિલ્લામાં રીસર્વે સંબંધિત અરજીઓનો ક્રમાનુસર નિકાલ થયો કે નહીં? તેની તપાસ કરો'

જામનગર તા. ૯ઃ જામનગર જિલ્લામાં રીસર્વેની કામગીરીમાં અનેક ખામીઓ રહી હોવાની ફરિયાદો ઊઠી હતી. જિલ્લાના હજારો ખેડૂતો દ્વારા રીસર્વેની ખામીઓ સુધારવા સુપ્રિટેન્ડેન્ટ એન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારી સમક્ષ અરજીઓ કરી છે, પરંતુ આ અરજીઓનો ક્રમાનુસાર નિકાલ ન થતા લાગવગને આધારે અધવચ્ચેથી અરજીઓનો આડેધડ નિકાલ થતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તા. ૧.૧.ર૦૧૮ થી અત્યાર સુધીમાં રીસર્વે સુધારણા  સંબંધિત કેટલી અરજીઓનો ક્રમાનુસાર અને કેટલી અરજીઓનો અધવચ્ચેથી નિકાલ કરવામાં આવ્યો તે અંગે તારીખ નોંધ સહિત તપાસ કરવા માટે સ્થાનિક ધારાશાસ્ત્રી હિરેન ગુઢકા દ્વારા જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit