પ્રજાપતિ પરિવારની એજ્યુકેશન ટીમ દ્વારા ઓનલાઈન શિક્ષક દિવસની ઉજવણી

જામનગર તા. ૧૫ઃ સમસ્ત પ્રજાપતિ પરિવાર-જામનગર ઓનલાઈન એજ્યુકેશન ટીમ દ્વારા શિક્ષક દિનની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી, જેમાં આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ 'કોરોના વાઈરસ', 'આત્મનિર્ભર ભારત', 'શિક્ષકનું મહત્ત્વ' સહિતના વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. વિદ્યાર્થી હર્ષ પાણખાણિયા, બંસી પાણખાણિયા, રૃત્વી જેઠવા, તૃપ્તિ ગોહિલ, રૃષિલ ચાંડેગરા, મોસમી છાયા, હેમાંશી વાડોલિયા, આસ્થા જેઠવા, રોનક વેગડ, જુહી મુકેશ કટકિયા આ સ્પર્ધામાં જોડાયા હતાં. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ મૌસમી ચૌહાણ અને વાડોલિયા હેમાંશીએ કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓનલાઈન એજ્યુકેશન ટીમના શિક્ષક સંજયભાઈ ચાવડા, દિવ્યેશભાઈ પાણખાણિયા, હિરેન ઘેડિયા, સંજય સરવૈયા, જયદિપ ચૌહાણ, પીયુષ પાટડિયા, મેનેજમેન્ટ ટીમના નિકુંજભાઈ ગોહિલ, રેખાબેન વેગડ, દિશાબેન કુકડિયા, અતુલભાઈ ઈડરિયા, કમલેશભાઈ ગોંડલિયા, મનિષાબેન વાઢૈયાએ જહેમત ઊઠાવી હતી.

close
Ank Bandh
close
PPE Kit