જામનગર તા.૩ઃ જામનગરની મહિલા કોલેજ પાછળ પ્રતાપનગરમાં ગઈરાત્રે મોટા અવાજે ડીજે સીસ્ટમ વગાડતા એક શખ્સની પોલીસે અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે. જામનગરની મહિલા કોલેજની પાછળના ભાગમાં આવેલા પ્રતાપનગરમાં ગઈ રાત્રે મોડે સુધી મોટા અવાજે માઈક વાગતું હોવાની વિગત પોલીસને મળતા રાત્રે પોણા વાગ્યે સિટી બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે રામેશ્વરનગર નજીકના ક્રિષ્નાપાર્કમાં રહેતો વિરલ મેઘજીભાઈ કબીરા નામનો શખ્સ માઈક પર ડીજે સીસ્ટમ વગાડતો મળી આવ્યો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી તેની અટકાયત કરી છે.