| | |

રીંજપરમાં ગંજીપાના કૂટતા પાંચ પકડાયા

જામનગર તા. ૯ઃ લાલપુરના રીંજપરમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા હતાં.

લાલપુર તાલુકાના રીંજપર ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી મળતા લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો.

ત્યાંથી માલદે દેવાયત વસરા, રામદે ધાનાભાઈ બડીયાવદરા, દિનેશ મોહનભાઈ કોળી, રાયસી પોલાભાઈ કનારા, પીઠાભાઈ દેવાયતભાઈ વસરા નામના પાંચ શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૨,૦૬૦ રોકડા અને ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit