જામનગર તા. ૭ઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટીબાણુંગાર ગામના ટ્રક ડ્રાઈવર હરેશભાઈ મગનભાઈ પારીયા ગઈકાલે બપોરે જીજે-૩-વાય-૭૪૩૬નંબરનો પોતાનો ટ્રક બાણુંગાર પાસે ઉભો રાખી નીચે ઉતર્યા ત્યારે જ પાછળથી જીજે-૧૦-ટીવી-૭૮૧૪ નંબરના બીજા ટ્રકે અકસ્માત સર્જતા હરેશભાઈને ઈજા થઈ હતી. પોલીસે તેઓની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.