| | |

રિઝર્વ બેંકે રેપોરેટ ૪૦ બેસીઝ પોઈન્ટ ઘટાડ્યોઃ લોનના હપ્તામાં વધુ ૩ મહિનાની છૂટ

મુંબઈ તા. રરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શશિકાન્ત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રિવર્સ રેપોરેટમાં ૪૦ બેસીઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જ્યારે રિવર્સ રેપોરેટ યથવાત્ રાખ્યો છે. આ કારણે ઈએમઆઈ ઘટશે. તે ઉપરાંત લોનના હપ્તા ભરવામાંથી વધુ ત્રણ મહિનાની છૂટ મળતા ૩૧ ઓગસ્ટ સુધીની રાહત મળી છે તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે ભારત સહિતના દુનિયાભરના અર્થતંત્રોને ફટકો પડ્યો છે.

કોરોના વાઈરસથી ધ્વસ્ત અર્થતંત્રને એક બુસ્ટર ડોઝ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ રેપોરેટમાં વધુ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેપોરેટમાં ૪૦ બેસીઝ પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે. ત્યારપછી નવો રેટ ૪ ટકા થઈ ગયો છે, જ્યારે રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોરોનાના લોકડાઉન પછી આ ત્રીજી વખત આરબીઆઈએ રાહતની જાહેરાત કરી છે. સૌ પ્રથમ ર૭ મી માર્ચ અને ત્યારપછી ૧૭ મી એપ્રિલના આરબીઆઈએ કેટલાય પ્રકારની રાહતોની જાહેરાત કરી હતી. જેમાં ઈએમઆઈ મોરાટોરિયમ જેવી મોટી જાહેરાત કરાઈ હતી. બીજી વખત આરબીઆઈ એ એનએબીએઆરડી, એસઆઈડીબીઆઈ અને એનએચબીને પ૦,૦૦૦ કરોડ રૃપિયાનું રીફાઈનાન્સિંગ કરવાની જોગવાઈ કરી હતી.

લોનનો હપ્તો ચૂકવનાર ગ્રાહકો માટે આરબીઆઈએ કરી ફરી મોટી જાહેરાત કરી છે. બીજા ત્રણ મહિના સુધી છૂટમાં વધારો કર્યો. એટલે કે ૧ જૂનથી ૩૧ મી ઓગસ્ટ સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મળી છે. એટલે કે તમે જેટલા મહિના સુધી લોનનો હપ્તો ચૂકવવામાં રાહત મેળવશો તેટલા મહિના પાછળ તમારે ભરવાપાત્ર બનતા હપ્તામાં વધારો થશે.

રિઝર્વ બેંકે આજે રેપોરેટમાં ૦.૪ર ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી પણ લોન સસ્તી થવાની સંભાવના જાગી છે. જૂનથી લઈને ઓગસ્ટ સુધી પર્સનલ લોન, હોમ લોન, ઓટો લોન અને ક્રેડિટ કાર્ડના બીલ વગેરે પર વધુ ૩ મહિના માટે લોનધારકોને રાહત મળશે. અગાઉ ર૭ માર્ચે રિઝર્વ બેંકે માર્ચથી મે સુધી હપ્તામાં રાહત આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, એમ.પી.સી.એ. રેપોરેટમાં ૦.૪૦ ટકાનો ઘટાડો જાહેર કરવા નિર્ણય લીધો છે. જેનાથી લોકોના ઈએમઆઈ ઘટશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ નેગેટીવ રહી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી વૈશ્વિક અર્થતંત્રને નુક્સાન થયું છે. જેમાં પણ ભારત પણ બાકાત નથી. દેશમાં ૬ મહત્ત્વના પ્રદેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે. એટલું જ નહીં, વીજળી અને પેટ્રોલની ડિમાન્ડ પણ ઘટી છે.

તેમણે જણાવ્યું હતું કે, દાળના વધતા ભાવ ચિંતાની બાબત છે, પરંતુ સારા ચોમાસાના કારણે ભાવ કાબૂમાં આવે તેવી શક્યતા છે. સારા કૃષિ ઉત્પાદનની આશા પણ જાગી છે. રિઝર્વ બેંકના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક્સપોર્ટ ક્રેડિટનો સમય એક વર્ષથી વધારે ૧પ માસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોન લેનારા માટે તેમણે આજે વધુ રાહત જારી કરી છે. જે અંતર્ગત મોરેટોરિયમને ૧ લી જૂનથી ૩૧ ઓગસ્ટ સુધી એટલે કે વધુ ૩ માસ લંબાવવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. આ સાથે કુલ ૬ મહિનાનું મોરેટોરિયમ મળશે. અગાઉ ૩ મહિના લોકોનું હપ્તા માફી આપવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે આ ગાળાનું વ્યાજ ચૂકવવા ૩૧ માર્ચ ર૦ર૧ સુધીનો સમય આપવામાં આવશે.

આરબીઆઈ ગવર્નરની સ્પીચમાંથી...

પહેલા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ ર૦ર૦-ર૧ માં નેગેટીવ રહેશે, જો કે વર્ષના બીજા ભાગમાં ગ્રોથમાં થોડીક તેજી જોવા મળી શકે છે.

રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓમાં મોટો ઘટાડો, છ મોટા ઔદ્યોગિક રાજ્યો વધુ રેડઝોનમાં રહ્યા.

માર્ચમાં કેપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં ૩૬ ટકાનો ઘટાડો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના પ્રોડક્શનમાં ૩૩ ટકાનો ઘટાડો.

ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચમાં ૧૭ ટકાનો ઘટાડો.

મેન્યુફેક્ચરીંગમાં ર૧ ટકાનો ઘટાડો. કોર ઈન્ડસ્ટ્રીઝના આઉપુટમાં ૬.પ ટકાનો ઘટાડો.

ખરીફની વાવણીમાં ૪૪ ટકાનો વધારો થયો છે.

ખાદ્ય ફૂગાવો ફરી એપ્રિલમાં વધીને ૮.૬ ટકા રહ્યો.

૨૦૨૦-૨૧ માં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૯.ર અબજ ડોલરનો વધારો નોંધાયો. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર અત્યારે ૩૮૭ બિલિયન ડોલરનું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit