| | |

નગરમાં ઠંડી વધીઃ લઘુત્તમ તાપમાન ૧૬.પ ડીગ્રી

જામનગર તા. રઃ જામનગરમાં છેલ્લા બે દિવસમાં અઢી ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૬.પ ડીગ્રી નોંધાયું હતું જેના પગલે નગરજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો નીચે તરફ શરકી રહ્યો છે.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ  તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા બે દિવસ દરમિયાન અઢી ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧૬.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું.

લઘુત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગરજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીથી બચવા માટે જનતા સ્વેટર, જેકેટ, હાથમોજા વિગેરે જેવા ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.

જામનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit