દેશમાં ૬૬ ટકા લોકોને ગુજરાન ચલાવવાના ફાંફાઃ સર્વે

નવી દિલ્હી તા. ૧૪ઃ એક સર્વે મુજબ દેશના ૬૬ ટકા લોકોને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે જ્યારે ૭૨ ટકા લોકો માને છે કે મોદી શાસનમાં ફૂગાવો વધ્યો છે.

દેશના ૭૨ ટકા ભારતીયોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન ફૂગાવો વધ્યો છે અને તેને લીધે સામાન્ય લોકોની સમસ્યાઓ પણ વધી છે. ૪૦ ટકા ભારતીયો માને છે કે ફૂગાવાના કારણે તેમના જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી છે. ૬૫.૮ ટકા કહે છે કે હવે તેમના માટે તેમના દૈનિક ખર્ચને સંભાળવું મુશ્કેલ છે. ૨૦૧૪માં યુપીએના સમયે ૬૫.૯ ટકા લોકોએ આ વાત કહી હતી જ્યારે ૨૦૧૫માં આ સંખ્યા ૪૬.૧ ટકા હતી.

સામાન્ય બજેટ પૂર્વે આઈએનએસસી વોટરે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડીયામાં ૪૨૯૨ લોકો વચ્ચે એક સર્વે કર્યો હતો. મોંઘવારી, સામાન્ય માણસ, ખર્ચ અંગે પ્રશ્નો કર્યા હતાં. સર્વે અનુસાર ૪૮ ટકા ભારતીયો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય માણસનું જીવન બરબાદ થયું છે. બજેટ પૂર્વેના સર્વેથી બહાર આવ્યું છે કે લોકો તેમની અપેક્ષાઓ અને આશાઓ કરતા ઓછું મેળવી રહ્યા છે અને આટલી ઓછી આવક પણ તેમના માટે પૂરતી છે. સર્વેક્ષણમાં આવેલા ૫૧.૫ ટકા લોકો માને છે કે ૨૦ હજારની માસિક આવક પણ તેમના માટે પૂરતી છે. ૨૦૧૯માં ૫૦.૨ ટકા લોકોનો આ અભિપ્રાય હતો. આ સર્વેમાં ૨૩.૬ ટકા માને છે કે ૪ લોકોના કુટુંબ માટે ૨૦-૩૦ હજારની વચ્ચે આવક જરૃરી છે. સામાન્ય નાગરિક પૈકી ૪૮.૪ ટકા લોકો માને છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય માણસનું જીવનધોરણ બગડ્યું છે. ૨૦૧૫માં થયેલા સમાન સર્વેક્ષણમાં ૨૪.૬ ટકા લોકોએ સમાન અભિપ્રાય આપ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૦ના સર્વેમાં ૨૮.૮ ટકા લોકો માને છે કે સામાન્ય માણસનું જીવન સુધર્યુ છે. ૨૦૧૮૫માં કરવામાં આવેલા આવા જ સર્વેમાં ૩૯.૩ ટકા લોકોએ કહ્યું હતું કે સામાન્ય માણસનું જીવન સુધર્યું છે. ૨૧.૩ ટકાને લાગ્યું કે કોઈ ફેરફાર થયો નથી અને ૧.૪ ટકાએ કહ્યું કે તેઓ જાણતા નથી અથવા કશું કહી શકતા નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit