કાલાવડ તાલુકાના નવાગામમાં ગંજીપાના કુટતા પાંચ પકડાયા

જામનગર તા. ૨૧ઃ કાલાવડના નવાગામમાં નદી કાંઠે જામેલી જુગારની મહેફીલમાં પોલીસે દરોડો પાડી પાંચ શખ્સને પકડી પાડ્યા હતાં. જયારે આરંભડામાંથી ત્રણ મહિલા સહિત પાંચ ગંજીપાના કુટતા ઝડપાયા હતાં. જુગારના ચાર દરોડામાં કુલ સોળ સામે ગુન્હો નોંધાયો હતો.

કાલાવડ તાલુકાના નવાગામથી મોટી વાવડી ગામ તરફ જવાના માર્ગ પર આવેલી નદીના કાંઠે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકત્ર થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી મહેશ જયસુખભાઈ અકબરી, ગોકળભાઈ વલ્લભભાઈ પટેલ, રમણીકભાઈ જાગાભાઈ પટેલ, મુળજીભાઈ સામજીભાઈ પટેલ અને દિનેશભાઈ પ્રેમજીભાઈ પટેલ નામના પાંચ શખ્સ ગંજીપાના કુટતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા.૧૨૩૭૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના આરંભડા ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા જુમા સાલેમામદ ચાવડા, અરશીભાઈ મુળુભાઈ સાગઠીયા, માનુબેન ગુલાબભાઈ સોઢા, સલમાબેન આમદભાઈ ચાવડા, સકીનાબેન આજીભાઈ ચાવડા નામના પાંચ વ્યકિત પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૬૧૩૦ રોકડા કબ્જે કરવામાં આવ્યા છે.

ખંભાળિયા તાલુકાના વાડીનારમાં આવેલી એક દરગાહ પાસે ઝાડ નીચે ગઈકાલે જુગાર રમતા સલીમ જાકુબ સંુભણીયા, હુશેન અબ્દુલભાઈ ચમડીયા, હનીફ હશન સુંભણીયા અને હુશેન કાસમ ભાયા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રૃા. ૮૦૦ રોકડા ઝબ્બે લીધા છે.

close
Ank Bandh
close
PPE Kit