એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટકાઉ ઊર્જા પર વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જામનગર તા. ૧૩ઃ ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગરના આર્થિક સહયોગથી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ દ્વારા બાળ ઊર્જા રક્ષક દળ ર૦ર૦ અંતર્ગત 'ટકાઉ ઊર્જા' પર વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

સરસ્વતી શિશુમંદિર-વિભાપરમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ ૬પ શિક્ષકોને પ્રથમ સેસનમાં ઊર્જા અંગે માહિતી આપવામાં આવી હતી. બીજા સેસનમાં સૂર્યઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જાના વર્કિંગ મોડલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું અને ત્રીજા સેસનમાં ઊર્જા વાર્તા વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને અંતે ૩૦ ઊર્જા પ્રશ્નોત્તરી આધારીત ગુગલ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સામેલ થયા હતાં. કાર્યક્રમમાં સામેલ તમામને ઈ-સર્ટીફિકેટ અને ક્વિઝના પ્રથમ પાંચને શાળા દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી-ગાંધીનગરના આર્થિક સહયોગથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના નિયામક જયશ્રીબા જાડેજાએ જહમત ઊઠાવી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit