ગુજરાતમાં ૧૯૮ કરોડનો વિદેશી દારૃ બે વર્ષ દરમિયાન ઝડપાયોઃ દારૃબંધીનો ફિયાસ્કો

વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો કરાર ગુંચવણમાં પડ્યો છેઃ

ગાંધીનગર તા. ૩ઃ ગુજરાતમાં રૃપિયા ૧૯૮ કરોડનો દારૃ બે વર્ષમાં પકડાયો હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ હતી. સરકારે આ ઉપરાંત પણ કેટલીક બાબતો સ્વીકારી છે, અને ચીન સાથેનો કરાર ગુંચવણમાં હોવાનું જણાવાયું હતું.

આજે ૩ માર્ચના ગુજરાત વિધાનસભામાં રાજ્યનું ૭૭ મું બજેટ રજૂ થયું, ત્યારે શરુઆતમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ શરૃ થયો હતો. જેમાં સરકારે અનેક સવાલોના જવાબો આપ્યા હતાં. રાજ્યમાં કાર્યરત જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોનું પ્રમાણ ૯ર૩ ટકા, રર૯ કાર્યરત જીઆઈડીસીમાં ર૧૧૪ ઉદ્યોગ બંધ હાલતમાં, નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહન યોજનાઓ સામે સવાલ, તાપી અને ડાંગ જિલ્લામાં એકપણ જીઆઈડીસી કાર્યરત નથી, અમદાવાદમાં ૧૪ કાર્યરત જીઆઈડીસીમાં સૌથી વધુ રર૯ ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું સરકારે કબુલ્યું હતું.

રાજ્ય સરકારે ર૦૧૪ માં ચીન સાથે ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો, પણ કાયદાકીય બાબતોને કારણે એ હાલમાં ગુંચવણમાં પડ્યો હોવાનું રાજ્ય સરકારે કબુલ્યું છે. ઈન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. આણંદ નજીક ર૦૦ હેક્ટર જમીન સામે પપ હેક્ટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો. વિધાનસભામાં રાજ્ય સરકારે જ ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. રાજ્યમાં છેલ્લા ર વર્ષમાં ૧૯૮.૩૦ કરોડનો વિદેશી દારૃ ઝડપાયો. ૩.૬પ કરોડનો દેશી દારૃ, ૧૩.૧૮ કરોડનો બિયર ઝડપાયો, ૬૮.૬૦ કરોડની કિંમતનો અફીણ-ગાંજો, ચરસ, હેરોઈન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. ૬૭ દિવસના લોકડાઉન છતાં ર૦૧૯ કરતા ર૦ર૦ માં વધુ દારૃનો જથ્થો પકડાયો.

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ર વર્ષમાં ૧૦ હજાર કિલોથી વધુનો ગૌમાંસનો જથ્થો ઝડપાયો, અમદાવાદ જિલ્લામાં વર્ષ ર૦૧૯ માં ૬પ૦૦ કિલો ગૌમાંસ પકડાયું, આ અંગે કુલ ર૭૪ આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ જિલ્લામાં વર્ષ ર૦ર૦ માં ૩ હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું. હજુ પણ ૮ આરોપીની ધરપકડ બાકી, કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના પ્રશ્નમાં સરકારનો લેખિત જવાબ સરકારે આપ્યો હતો.

રાજ્યમાં રોજની સરેરાશ ર કરતા વધુ લૂંટની ઘટનાઓ, રોજની ૩ ખૂનની અને ૩૦ ચોરીની ઘટનાઓ, રોજની ૪ કરતા વધુ બળાત્કારની ઘટના બની, રોજની ૭ અપહરણની તો રોજની ર૦ આત્મહત્યાની ઘટનાઓ બની. રોજની પ૭ અપમૃત્યુ અને ૩૭ આકસ્મિક મૃત્યુની ઘટનાઓ બની, રાજ્યમાં છેલ્લા ર વર્ષમાં ૧પર૦ લૂંટની ઘટનાઓ બની, ૧૯૪૪ ખૂનની, ૩૭૦ ધાડની, ર૧,૯૯પ ચોરીની ઘટનાઓ બની. છેલ્લા બે વર્ષમાં ૩૦૯પ બળાત્કારની તો ૪૮ર૯ અપહરણની ઘટનાઓ બની. આત્મહત્યાના ૧૪,૪૧૦, ઘરફોડના ૬૧૯૦, રાયોટિંગના રપ૮૯ બનાવો બન્યા. આકસ્મિક મૃત્યુના ર૭,૧૪૮, અપમૃત્યુના ૪૧,૪૯૩ બનાવો નોંધાયા. રાજ્યમાં ખૂનની કોશિશની ૧૮,પર૩ ઘટનાઓ નોંધાઈ છે. પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર ૪૦૪૩ આરોપીની ધરપકડ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. તેમણે જવાબમાં કહ્યું હતું કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સરકારે કોઈ માગણી કે દરખાસ્ત મોકલી નથી. નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું બજેટ છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit