યુનોની આર્થિક-સામાજિક પરિષદનું સભ્ય ચૂંટાયું ભારતઃ ટી.એસ. મૂર્તિ

ચીનને જબરી પછડાટઃ અડધા મત પણ મળ્યા નહીં - ઘોર પરાજય

નવી દિલ્હી તા. ૧પઃ યુનાઈટેડ સ્ટેટસ એટલે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની આર્થિક-સામાજિક પરિષદના સભ્ય તરીકે ભારત ચીનને પછડાટ આપીને ચૂંટાયું હોવાની જાણકારી ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. મૂર્તિએ આપી છે.

ભારતે યુનોમાં ચીનને જબરી પછડાટ આપી છે. યુનોની આર્થિક - સામાજિક પરિષદમાં ભારત ચીનને પછાડીને સભ્ય બન્યું છે. ચીનને ચૂંટણીમાં હરાવ્યું છે. યુનોમાં ભારત જ સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. મૂર્તિએ જણાવ્યું કે ભારતે યુનાઈટેડ નેશનના કમિશન ઓન સ્ટેટ્સ ઓફ વુમન તરીકે ઈઝ્રર્જીંઝ્ર શાખામાં સીટ જીતી લીધી છે, જે મહિલા સશક્તિકરણ અને લૈંગિક સમાનતા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી, જેમાં ભારત અને અફઘાનિસ્તાને પ૪ સભ્યો સાથે મતદાનમાં વિજય મેળવ્યો, અને જ્યારે ચીનને અડધા મતો પણ નહીં મળતા ઘોર પરાજય થયો હતો. ચીન માટે આ જબરો ઝટકો એટલા માટે પણ પચાવવો અઘરો પડે તેમ છે કે આ વર્ષે બેઈજીંગ વર્લ્ડ કોન્ફરન્સ ઓફ વુમન (૧૯૯પ) ની રપમી વર્ષગાંઠ છે, તેવા સમયે જ ભારતે ચીનને ઘોર પરાજય આપ્યો છે. ભારત હવે વર્ષ-ર૦રપ સુધી એટલે કે ચાર વર્ષ માટે કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમન સભ્ય બની રહે છે.

close
Ank Bandh
close
PPE Kit