જામનગર કસ્ટમ્સના ૬૨ સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી

તા.૧૮ મી સપ્ટેમ્બર પહેલા હાલના સ્થળેથી છૂટા કરી દેવા આદેશ

જામનગર તા.૧૫ઃ જામનગર કસ્ટમ કમિશનરેટમાં ફરજ બજાવતા ૬૨ સુપ્રિન્ટેડેન્ટની બદલીના આદેશો કરવામાં આવ્યા છે અને તમામને તા.૧૮-૯-૨૦૨૦ પહેલા હાલના સ્થળેથી છૂટા કરી દેવા અને તેમણે પોસ્ટીંગ સ્થળે હાજર થવાનું રહેશે તેવો પણ આદેશ કરવામાં આવ્યો છે.

જામનગર કસ્ટમ કમિશ્નરમાં બદલીઓના દૌર ચાલી રહ્યા છે તાજેતરમાં ૩૭ ઈન્સપેકટરોની બદલીના આદેશો થયા હતા હવે ૬૨ સુપ્રિન્ટેડેન્ટની બદલીના આદેશો ગઈકાલે કરવામાં આવ્યા છે. જેમાં એસ.પી. રૃપારેલીયા હેડ કવાર્ટર સીસીપીથી ઓ.એન્ડ એ (જામનગર), શિવકુમાર ઐયરને સીસીપી હેડ કવાર્ટર - જામનગરથી પીઆઈ જામનગર હેડ કવાર્ટર, ડી.એસ. મહેતાને હેડ કવાટર્સ સીસીપી થી આરઆરવે (જામનગર), પી.એસ.ત્રિવેદી સીસીપી હેડ. થી બીજી માં, એન.એસ.ભટ્ટ અલંગથી કસ્ટમ ડિવિ. ભાવનગર, ડી.પી. સોલંકી સલાયાથી કસ્ટમ ડિવિ. જામનગર પી.પી. મહેતા કસ્ટમ હાઉસ વાડીનારથી જામનગર (પીઆઈ) પી.જી.ઝાલા સિક્કાથી જામનગર, એસ.એલ.શેઠને અલંગથી ભાવનગર, એચ.જે. જોષી અલંગથી ભાવનગર, કે.પી.પંડયા, ભાવનગરથી જાફરાબાદ, કસ્ટમ હાઉસ (જામનગર)થી સીસ્ટમ હેડ કવાર્ટર (જામનગર) આઈ.જે. જાડેજા ભાવનગરથી મહુવા, દેવેન્દ્રસિંગ સિક્કાથી જામનગર (પી.આઈ.), લોકેશ રાઘવ સિક્કાથી સ્ટેટ. (જામનગર), આશિષ કુમાર સિન્હા પીપાવાવથી દિવ (શોટગાર્ડ) એ એલ મીના કસ્ટમ હાઉસ પોરબંદરથી કસ્મટ ડિવિઝન પોરબંદર, બી.વી.માકડીયા સિક્કાથી પી.આઈ. હેડકવાટર્સ, જે.એચ.બારાઈ - મોરબીથી એસ્ટાસ જામનગર, જે.બી.દત્તાણી નવલખીથી જુનાગઢ, એન.પી.પારેખ અલંગથી એડમી.હેડ જામનગર, સી.કે.કરમટાને પોરબંદરમાં રખાયા છે. ડી.ડી.ઓઝાને રાજકોટથી જામનગર એસ.જે.વાઘેલા પીપાવાવથી વરવાળા, એમ.એ. સોમાણી જામનગરથી રાજકોટ, આર.એ.જાડેજા પીપાવાવથી પોરબંદર, એચ.એસ. રવેશીયાને કસ્ટમ હાઉસ ઓખાથી શોટગાર્ડ દ્વારકા એફજી મનાસીયા પીપાવાવ થી જામનગર, વી.જે.પલાણને પીપાવાવથી જામનગર (લીગલ હેડ કવાટર્સ), જે.ડી.સાંગરજડા મુળ દ્વારકાથી પોરબંદર, પી.પી.ઠાકર, જામનગરથી નવલખી ડી.પી.ઢવા જામનગરથી કસ્ટમ હાઉસ સિક્કા, પી.પદમાલયા જામનગરથી કસ્ટમ હાઉસ સિક્કા, જે.બી.બુટાણી જામનગરમાંથી લીગલ ટેકની. માં જે.બી.મોદી પી.આઈ. જામનગરથી પોરબંદર કસ્ટમ હાઉસ, જે.ડી.પરમારને જામનગરમાં પી.આઈ.પી ટેકની. મનોજકુમાર જામનગરથી અલંગ એસ. પટેલ જામનગરથી સિક્કા આર.પી.વર્માને જામનગરથી મોરબી, પી.બી. કનેરીયા જામનગરથી અલંગ, એન.ડી.પરમાર જામનગરથી રાજકોટ, નિર્ભય કુમાર જામનગરથી સલાયા, રમેશકુમાર જામનગરથી સિક્કા, એમ.કે.વોરાને જામનગરથી અલંગ, એ.એચ.સાતાને જામનગરમાં કસ્ટમ ડિવિ.માંથી કસ્મટ હાઉસ, પી.કે. દવેને જામનગરથી વાડીનાર, ગુરુધ્યાનસિંગને જામનગરથી સલાયા, એન.ડી.જોષીને સલાયાથી પીપાવાવ, પી.એમ.પંડયાને ખંભાળિયાથી જામનગર, સુમીત ગોયલને દ્વારકાથી ઓખા, આર.કે.મીનાને ભાવનગરમાં કસ્ટમ ડિવિ. માંથી કસ્ટમ હાઉસમાં, વિકાસ તીવારીને ભાવનગરની પીપાવાવ, અરૃણ ત્રિવેદીને ભાવનગરથી અલંગ, આર.કે.ઝાને એસ.આઈ.આઈ.બી. પીપાવાવની કસ્ટમ હાઉસ પીપાવાવ, વિમલ નાગડાને જાફરાબાદથી પીપાવાવ, મયંકકુમારને દિવથી પીપાવાવ, કે.કે.પારેખને જુનાગઢથી સુરેન્દ્રનગર, કે.એમ.શીશાંગીયાને વેરાવળથી મૂળ દ્વારકા, અભિનવકુમારને વેરાવળમાં રખાયા છે. પ્રિના ખીરાણીને જામનગર ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. સોમનાથ ચૌધરીને પોરબંદરથી ભાવનગર અને બી.એસ. મહેતાને જામનગરથી પીપાવાવ મુકવામાં આવ્યા છે.

close
Ank Bandh
close
PPE Kit