Advertisement
Author: નોબત સમાચાર

લાંબા ગામના ખેડૂતો દ્વારા વીજ પુરવઠો નહીં મળતા સબ સ્ટેશનને ઘેરાવઃ આંદોલન

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના

ભાટીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના ખેડૂતોએ આજે લાંબા સબ સ્ટેશનને ઘેરાવ/બંધ કરી પાકને પાણી આપવાના સમયે જ વીજ પુરવઠો નહીં મળવાના પ્રશ્ને ઉગ્ર આંદોલન કર્યું હતું.

લાંબા ગામના પૂર્વ સરપંચની આગેવાની હેઠળ ગ્રામજનો, ખેડૂતોએ લાંબા વીજ સબ સ્ટેશનને બંધ કરાવી ગાંધી ચિંધ્યા માર્ગાે આંદોલન કરી રજૂઆતમાં જણાવ્યું હતું કે, લાંબા ગામના ખેડૂતોને સમયસર પૂરતો વીજ પુરવઠો તળે તે માટે સંસદસભ્ય, ધારાસભ્ય તેમજ વીજતંત્રમાં અનેક લેખિત-મૌખિક તથા ટેલિફોન પર રજૂઆતો કરવા છતાં વીજતંત્ર દ્વારા ખેડૂતોને પાક બચાવ લેવાના ખરા સમયે જ વીજ પુરવઠો આપવામાં ધાંધિયા થઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh