દુકાનનો ગેરકાયદે કબજો કરવાના કેસમાં નોંધાવાઈ અપીલ

જામનગર તા. ૨૫ઃ જામનગરના બેડીનાકા વિસ્તારમાં આવેલી ચા-પાનની એક દુકાનના સંચાલક અરવિંદભારથી ગોસ્વામીએ પોતાના ભાઈ પ્રફુલ્લભારથી, હરીશભારથી, નિર્મળાબેન ધર્મેન્દ્રભારથી, દિનુબેન, કિશોરભારથી, ક્રિશ્નાબેન હર્ષાબેન સામે દુકાનમાં હંગામો મચાવી માલસામાન બહાર ફેંકી દેવા અંગે અદાલતમાં ફરિયાદ કરી હતી. પોલીસને તપાસનો આદેશ કરાયા પછી કેસ રજીસ્ટર થયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીનો છૂટકારો  ફરમાવતા અરવિંદભારથીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ રૃચીર રાવલ રોકાયાં છે.

close
Nobat Subscription