રાજકોટમાં રેસ્ટોરન્ટોના રસોડા ખોલાવાયાઃ નગરનું તંત્ર ક્યારે જાગશે!

જામનગર તા. ૧૨ઃ રેસ્ટોરન્ટના રસોડામાં પ્રવેશ પ્રતિબંધને સરકારે દૂર કર્યા છે ત્યારે રાજકોટમાં ૪૦ રેસ્ટોરન્માં પ્રવેશ પ્રતિબંધના લખાણવાળા બોર્ડ દૂર કરવામાં આવ્યા હતાં. જો કે હવે જામનગરમાં પણ આવી કામગીરી થાય તે જરૃરી છે.

રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહકને પ્રવેશ ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે તાજેતરમાં નિયમમાં ફેરફાર કર્યા અને ગ્રાહકોને પીરસાતા ભોજન અંગે તેઓ રસોડાની મુલાકાત લઈ શકે છે. તેમ જણાવી તમામ રેસ્ટોરન્ટના રસોડા ગ્રાહકો માટે ખોલી નાખવા આદેશ કર્યો હતો.

 રાજકોટ મહાનગરપાલિકાએ તુરંત જ આ આદેશ અન્વયે અમલવારી શરૃ કરી હતી અને ૪૦ રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાના ફૂડ ઈન્સ્પેક્ટરે જાત મુલાકાત કરી હતી અને પ્રવેશબંધી લખેલા પાટીયા ઉતરાવી નાખ્યા હતાં.

જામનગર મહાનગર દરેક ક્ષેત્રમાં પાછળ છે તો નકલ કરવામાં આપણ હજુ પાછળ છે. હવે અન્ય જિલ્લામાં આવી કામગીરી થયા પછી જામનગરમાં પણ આ પ્રકારની કામગીરી થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit