Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સફાઈ કર્મી મહામંડળ દ્વારા સફાઈકામ બંધની ચિમકી
ખંભાળીયા તા. ૨: ખંભાળીયાના નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા તેમના પ્રશ્નો અંગે તથા શહેરના વિસ્તારો વધવા છતાં પૂરતા સફાઈ કામદારોને ના રખાતા ગઈકાલે રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલાની આગેવાનીમાં પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરને ઉગ્ર રજૂઆતો કરી હતી તથા પ્રશ્નો ના ઉકેલાય તો સફાઈ કામગીરીનો બહિષ્કાર કરી હળતાળની ચિમકી આપવામાં આવી હતી.
ખંભાળીયા ન.પા.નો વિસ્તાર વધતા સાત વોર્ડ વાળા નવ વોર્ડ થયા, હર્ષદપુર, રામનગર, શક્તિનગર તથા ધરમપુરના અનેક વિસ્તારો તથા સોસાયટીઓ ખંભાળીયામાં ભળી ગયા, આટલા મોટા વિસ્તારોનો ખંભાળીયામાં સમાવેશ થવા છતાં પણ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી નથી. ગત વર્ષે પાલિકાની સામાન્ય સભામાં ભરતી અંગે ઠરાવ થવા છતાં પણ તેનો અમલ એક વર્ષથી થયો નથી. કેટલાક નિવૃત્ત થયેલા સફાઈકર્મીઓને નિવૃત્તિના લાભો પણ ૩/૪ મહિનાથી નથી મળ્યા. જેથી આંદોલન/હળતાળની ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial