રેલવે દ્વારા રામપાર ફાટક જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ

જામનગર તા. ૧૦ઃ રાજકોટ રેલવે ડિવિઝનમાં ૧૦ જૂનના સમપાર ફાટક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વરિષ્ઠ મંડલ સરક્ષા અધિકારી એનઆર મીનાના જણાવ્યા મુજબ રાજકોટ રેલવે ડિવિઝનમાં ૬૩ સમપાર ફાટકમાં વધુ અવર જવર રહે છે. જયાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આવા ફાટકોની આજુબાજુમાં ગામોમાં સ્થાનિક લોકોને ફાટક પસાર કરવાના નિયમોની જાણકારી અપાશે જેથી અકસ્માતો ટાળી શકાય. આ કાર્યક્રમની તા. ૧૦ ના શરૃઆત કરવામાં આવી હતી. જેમાં કોવિડના નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. આ સાથે પેમ્પલેટ, સ્ટીકર વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit