દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓનું ગ્રાન્ટ એસેસમેન્ટ હવે તાલુકા મથકે થશે

ખંભાળીયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓનું જિલ્લા મથકે ગ્રાન્ટ એસેસમેન્ટ થતું હતું, તેના બદલે હવે તાલુકા મથકે થશે, અને નવી તારીખો ફાળવાશે. આ પહેલા આપેલી તારીખો રદ્દ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓનું ગ્રાન્ટ એસેસમેન્ટ ૭/૮ વર્ષોથી બાકી હોય, આ અંગે જિ.શિ. શ્રી એચ.આર. ચાવડાએ એસેસમેન્ટ શરૃ કરાવેલું તથા કેટલીક શાળાઓના થયા પછી આટલું મોટું રેકર્ડ જિલ્લાના સ્થળે લઈને આવવામાં પરેશાની થતી હોય જિ.શિ. અધિકારી ચાવડા દ્વારા ગ્રાન્ટ એસેસમેન્ટની જે તારીખો અપાઈ હતી તે રદ્દ કરવામાં આવી છે. હવે પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓના વડા મથકે જે-તે શાળાઓ માટે કેમ્પ તાલુકા વાઈઝ કરીને આ ગ્રાન્ટ એસેસમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાન્ટ એસેસમેન્ટ ગ્રાન્ટેડ શાળાઓમાં હાલ બાકી છે તે પૂર્ણ થયે નિભાવ ગ્રાન્ટના પ્રથમ તથા બીજા હપ્તાની રકમનું ફાળવણું કરવામાં આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit