Advertisement
Author: નોબત સમાચાર

હા.વિ. ઓશવાળ મહાજન સમાજ દ્વારા સંઘનું સ્વામીવાત્સલ્ય આગમન થાળ

તપસ્વીઓના બહુમાન સહિતના કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: હાલારી વિસા ઓશવાળ મહાજન સમાજ, અમદાવાદ દ્વારા તાજેતરમાં સંઘનું સ્વામીવાત્સલ્ય આગમન થાળનું આયોજન કરવામાં આવ્યું હતું. આના ફોડ પદ્ધતિથી આયોજીત આ કાર્યક્રમનો પ્રારંભ નવકાર મંત્રથી કરવામાં આવ્યો હતો. ત્યારપછી મૌન રાખીને અરિહંતશરણ પામેલા મહાજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ૧૧ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતુંં. તેમજ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. કીર્તિભાઈ નેમચંદ નાગડાએ દિવાળી પછી તારંગા ધામની યાત્રા પ્રવાસ કરવાની આછેરી ઝલક આપી હતી. આ તકે ૧૬૦ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં હાલારી વિસા ઓશવાળ મહાજન મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં નવા ત્રણ સભ્યોના સમાવેશ સાથે કારોબારી સમિતિમાં સભ્ય સંખ્યા ૧૦ થયેલ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ ભોજન ગૃહણ કર્યુ હતું. તેમ પ્રમુખ નવીનભાઈ વીરપાર નગરીયા (મુંગણી) દ્વારા જણાવાયું છે.

હાલારી વિસા ઓશવાળ મહાજન સમાજ-અમદાવાદ કમિટી (ર૦રપ-ર૭) કારોબારીમાં ત્રણ નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પરાગ સુરેશભાઈ સુમરીયા, કરમન્ત રિખવ ખિમસીયા અને દિપ સતીષ ગોસરાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh