જૈનમ ક્લાસીસ દ્વારા શિક્ષક દિવસની ઓનલાઈન ઉજવણી

જામનગર તા. ૧૫ઃ જામનગરના જૈનમ ક્લાસીસ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી ઓનલાઈન કરવામાં આવી હતી.

આ ક્લાસીસના ધો. ૯ થી ટી.વાય. સુધીના ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી વૈશ્વી ધોળકિયા, ધ્રુવી જ્ઞાનચંદાણી, દેવ ત્રિવેદી, અર્પિતા જેસાણી, હીર વ્યાસ, મનિષાબા જેઠવા, યશરાજસિંહ જાડેજા, જીતરાજસિંહ જેઠવા, માનવ પાણખાણિયા, હર્ષરાજસિંહ વાળા, તીર્થ સોમૈયા, રિદ્ધિ ચાંદેગરા, દિયા ઘેડિયા, ફેની મહેતા, યુવરાજસિંહ ઝાલા તથા જય ગોકાણીએ શિક્ષકની ભૂમિકામાં ક્લાસ લીધા હતાં. સંચાલક વિમલભાઈ ફોફરિયાએ માર્ગદર્શન આપ્યું હતું.

આ તમામ વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ ઓનલાઈન ક્લાસ લીધા હતાં. જેમાં ૪પ મિનિટના બે થી ત્રણ પીરિયડ ગુગલમીટમાં લીધા હતાં. માત્ર એક દિવસની તૈયારીમાં વિદ્યાર્થીઓને સંતોષકારક સમજાય તે માટે કોઈકે બોર્ડવર્ક સાથે સમજાવ્યું, કોઈક નોટવર્ક સાથે... કોઈક પીપીટી બનાવીને સમજાવ્યું, તો વળી કોઈકે વિજ્ઞાનના પ્રસંગો કરીને, કોઈક સાડી પહેરીને શિક્ષિકાની પ્રતિભા ઉપસાવવાનો પ્રયત્ન કર્યો, તો કોઈએ ટાઈ બાંધીને શોભા વધારી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈનમ ક્લાસીસના સંચાલક અને તેમની પુત્રી કેયુરી ફોફરિયાએ જહેમત ઊઠાવી હતી. તેમજ જૈનમ ક્લાસીસના શિક્ષકો અને એડમીન ટીમે પણ  સાથ-સહકાર આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ મનહરભાઈ કે. ફોફરિયાએ બીરદાવેલ, અને દરેકને અભિનંદન પાઠવ્યા હતાં. દરેક ભાગ લેનાર ૧૬ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પુસ્તક અને મોમેન્ટો આપવામાં આવશે.

close
Ank Bandh
close
PPE Kit