દેવભૂમિ દ્વારકાની બે જાણીતી પેઢી સામે મુકાયેલા વીજચોરીના આક્ષેપ થયા નાસાબિત

જામનગર તા. ૧૨ઃ દ્વારકામાં આવેલી ચમ મરીન પ્રા. લિ. તેમજ દ્વારકાધીશ આઈસ ફેક્ટરીને રૃા. સવા કરોડ ઉપરાંતની વીજચોરી કરવા અંગે બે પુરવણી બીલ ફટકારાયા હતાં અને બન્ને પેઢીના માલિક તથા બે મેનેજર સામે ફોજદારી કરવામાં આવી હતી. તે કેસમાંથી અદાલતે ઉપરોક્ત આસામીઓનો છુટકારો ફરમાવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલી ચમ મરીન પ્રા. લિ. નામની કંપનીમાં દસેક વર્ષ પહેલાં વીજકંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી ત્યાંથી વીજ મીટર કબજે કર્યો હતો. ત્યારપછી કંપની દ્વારા વીજચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ મૂકી રૃા. ૧.૨૮.૩૦૭૧૧.૧૬ પૈસાનું પુરવણી બીલ ફટકાર્યું હતું. પીજીવીસીએલ દ્વારા ચમ મરીનના માલિક નરેન્દ્રભાઈ કાનજીભાઈ ચમ તથા કંપનીના મેનેજર દિનેશભાઈ છગનભાઈ સોચા સામે વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ખંભાળીયાની ખાસ અદાલતમાં ચાલવા પર આવતા કંપનીના એડવોકેટે ઉલટતપાસ કરાતા જેમાં વીજ ચોરી કર્યાનું બહાર આવ્યું ન હતું. આથી અદાલતે કંપનીના માલિક તથા મેનેજરનો રૃા. સવા કરોડ ઉપરાંતની વીજચોરીના કેસમાં છુટકારો ફરમાવ્યો છે.

દ્વારકામાં જ આવેલી દ્વારકાધીશ આઈસ ફેક્ટરીમાં પણ દસેક વર્ષ પહેલાં વીજચેકીંગ કરવામાં આવ્યું હતું અને વીજ મીટર કબજે કરી વીજચોરીનો આરોપ મૂકી રૃા. ૧૦,૯૬૪૫૫.૯૪ પૈસાનું પુરવણી બીલ આપવામાં આવ્યું હતું તેમજ ફેક્ટરીના માલિક નરેન્દ્રભાઈ ચમ તથા મેનેજર પ્રકાશભાઈ મદલાણી સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતા તેમાંથી પણ અદાલતે બન્ને આસામીઓનો છુટકારો કર્યો છે. બન્ને કેસમાં વકીલ વસંત ગોરી, મયુર કટારમલ, દીપક નાનાણી રોકાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit