ઉદ્યોગનગરમાંથી બોટલ સાથે જતો શખ્સ ઝબ્બેઃ સપ્લાયરનું નામ ખુલ્યુ

જામનગર તા. ૩ઃ જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી ગઈરાત્રે પોલીસે એક શખ્સને શરાબની બોટલ સાથે પકડી પાડ્યો છે. તેણે બોટલ આપનાર શખ્સનું નામ પોલીસને આપ્યું છે.

જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એસોસીએશનની કચેરીથી ઈન્દીરા માર્ગ તરફ જવાના રસ્તા પરથી ગઈરાત્રે પસાર થયેલા દેવુભાના ચોકમાં રહેતાં સંજય હરીભાઈ મોડ નામના શખ્સને પેટ્રોલીંગમાં રહેલાં પોલીસ સ્ટાફે રોકાવી તેની તલાસી લીધી હતી.

આ શખ્સના કબ્જામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબ્જે લઈ આરોપીની પૂછપરછ કરતા તેણે બોટલ ધીરેન નંદા નામના શખ્સ પાસેથી લીધી હોવાનું જણાવતા પોલીસે આ શખ્સના મોબાઈલ નંબર સહિતની વિગતો મેળવી તેની શોધ શરૃ કરી છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit