સુરજકરાડીમાં ઉદ્યોગનગરમાં વાસણની દુકાનમાંથી ભંગારની ચોરી

જામનગર તા. ર૯ઃ દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીના ઉદ્યોગનગરમાં આવેલી વાસણની એક દુકાનમાં પતરા તોડી ઘુસી ગયેલા તસ્કરો પચ્ચાસ કીલો ભંગાર ઉઠાવી પલાયન થઈ ગયા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં આવેલા સુરજકરાડી ઉદ્યોગનગરમાં શુક્રવારની રાત્રીના સમયે તસ્કરો ઘુસ્યા હતાં.

ત્યાં આવેલી ખેતશીભાઈ ચત્રભુજભાઈ ગોરી નામના આસામીની વાસણની દુકાનમાં છતમાં ભાગમાં રહેલાં સીમેન્ટના પતરા તોડી તસ્કરો ઉતર્યા હતાં. તે દુકાનમાં પ્લાસ્ટીકના બાચકામાં ભરીને રાખવામાં આવેલા શીશુ, તાંબુ, એલ્યુમિનીયમનો અંદાજે પચ્ચાસ કિલો ભંગાર તસ્કરો ઉઠાવી ગયા હતાં.

આ બાબતની જાણ થતાં ખેતશીભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે ભંગાર ચોરી અંગે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit