ફારૃખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં ડોમિસાઈલ કાનૂનના મુદ્દે પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન

ચીન-પાકિસ્તાન સાથે યુદ્ધ નહીં, વાટાઘાટો કરવા નેશનલ કોન્ફરન્સના વડાનો અનુરોધઃ

નવી દિલ્હી તા. ર૯ઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા પછી લાંબો સમય કેદમાં રહ્યા પછી છૂટેલા નેશનલ કોન્ફરન્સના વડા અને સાંસદ ફારૃખ અબ્દુલ્લાએ ચીન અને ડોમિસાઈલ એક્ટના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૃખ અબ્દુલ્લાએ ચીન-ભારત સાથે સંબંધો અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ આઠ મહિના સુધી કેદમાંથી તાજેતરમાં જ મુક્ત થયેલા ફારૃખ અબ્દુલ્લાનું રાષ્ટ્રીયકક્ષાનું આ પહેલું રાજકીય નિવેદન છે, જેમાં તેમણે ભારત-ચીન સંબંધો અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. ફારૃખ-અબ્દુલ્લા આઝાદી પહેલાથી જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં રહેલા શેખ અબ્દુલ્લાનો વારસો ધરાવે છે, અને તેઓ તથા તેના પુપ્ર ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનો રાજકીય અનુભવ બહોળો છે. તેઓ કેન્દ્રની એન.ડી.એ. સરકારમાં વાજપેયી મંત્રીમંડળના સભ્ય પણ હતાં. કેન્દ્રિય મંત્રી તરીકે રહ્યા પછી તેઓએ નેશનલ કોન્ફરન્સનું સંચાલન મહદ્અંશે તેમના પુત્ર ઓમરને સોંપી દીધું હતું. તેમ છતાં પોતે પક્ષના સર્વેસર્વા રહ્યા હતાં. કલમ-૩૭૦ હટાવાયા પછી તેઓને કેદ કરી લેવાયા હતાં. હવે જેલમાંથી છૂટ્યા પછી તેમનું રાજકીય અને વિદેશનીતિને લગતું પ્રથમ નિવેદન રાજધાની દિલ્હીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

તેમણે ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન વચ્ચે વાતચીત કરીને વિવાદો ઉકેલવાની ફરીથી વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત-ચીન કે ભારત-પાકિસ્તાનનું ભવિષ્ય એ સિદ્ધાંતથી જ નક્કી થશે કે યુદ્ધ એ સમાધાન નથી. તેમણે કહ્યું કે ભારતે ચીન અને પાકિસ્તાન વચ્ચે વાતચીત દ્વારા સમસ્યાઓના ઉકેલની રણનીતિ રાખવી જોઈએ.

ફારૃખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે ગોળ-ગોળ વાતો કરી અને 'અલ્લાહ'નું નામ લઈને કહ્યું કે 'અલ્લાહ ને કહો કે અમારી આટલી બધી પરીક્ષા ન લે, પરંતુ પરીક્ષાઓથી ડરવાની પણ જરૃર નથી. અલ્લાહે પણ કાંઈક સારૃ જ વિચારી રાખ્યું હશે. આપણે બધા 'એકજુથ' છીએ. ચૂંટણીઓમાં ભલે મતભેદો હોય, પરંતુ 'એક' હેતુ માટે આપણે બધા એક છીએ.'

ફારૃખ અબ્દુલ્લાના આ શબ્દોપ્રયોગોએ વિવાદ જગાવ્યો છે. તેમણે જે 'એકજુથ' રહેવાની વાત કરી, અને 'એક' હેતુની વાત કરી, તે કોના સંદર્ભે કરી, તેવા સવાલો ઊઠ્યા છે અને ગરમાગરમ રાજકીય ચર્ચા શરૃ થઈ ગઈ છે. જો દેશવાસીઓને એકજુથ થવાની અને 'એક' હેતુ ચીનને મહાત કરવાનો હોય, તો તો તેને યોગ્ય ગણવામાં આવી રહ્યો છે, પરંતુ જો કલમ-૩૭૦ હટી ગયા પછી પણ અલગતાવાદી વિચાર કે પાકિસ્તાન તરફી વલણ સાથે જમ્મુ-કાશ્મીરની આઝાદીનો ઉદ્દેશ્ય તેઓ 'એક' હેતુ તરીકે ગણાવી રહ્યા હોય, તો તેને રાષ્ટ્રવિરોધી અથવા ખંડનાત્મક વિચાર ગણાવાઈ રહ્યો છે. આ અંગે ફારૃખ અબ્દુલ્લાએ હજુ સુધી ફરીથી કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ મુદ્ જમ્મુ-કાશ્મીરના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થવા લાગી છે.

ફારૃખ અબ્દુલ્લા શ્રીનગરથી લોકોસભામાં ચૂંટાયા છે. કેટલાક લોકો આ નિવેદનને ફારૃખ અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના ડોમિસાઈલ કાનૂનના કરેલા વિરોધ સાથે પણ જોડી રહ્યા છે. ડોમિસાઈલ કાનૂનને લઈને ફારૃખ અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવ્યા હતાં. તેમણે ડોમિસાઈલ કાનૂનને અસંવૈધાનિક ગણાવીને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની જનતા આ કાનૂનનો સ્વીકાર કરશે નહીં. આ નવા કાનૂન મુજબ જમ્મુ-કાશ્મીરમાં હંગામી ધોરણે રહેતા જે લોકો પાસે ત્યાં ૧પ વર્ષથી રહેતા હોવાના પુરાવા હશે, તેને ડોમિસાઈલ સર્ટીફિકેટ અપાશે, જેનો મતલબ એવો થાય કે તેઓ જમ્મુ-કાશ્મીરના સ્થાયી નાગરિક ગણાશે. કલમ-૩૭૦ અને ૩પ(એ) હટ્યા પહેલા જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવા અને સરકારી નોકરી મેળવવાના અધિકારો માત્ર સ્થાયી નાગરિકોને જ હતાં, અને દાયકાઓથી ત્યાં રહેતા અનેક લોકોને આ પ્રકારના અધિકારો નહોતા.

આ નવા કાયદાથી આ પ્રકારના અધિકારો ભારતના અન્ય રાજ્યોના નાગરિકોની જેમ જ જમ્મુ-કાશ્મીરમાં વસવાટ કરતા એવા તમામ લોકોને મળ્યા છે. જેઓ ૧પ વર્ષૅથી જમ્મુ-કાશ્મીરમાં વસવાટ કરી રહ્યા છે. આ કાયદાનો વિરોધ તો ફારૃખ અબ્દુલ્લાએ કર્યો જ હતો, પરંતુ તે પછી 'એક' હેતુ અને 'એકજુથ' થવાની વાત ફારૃખ અબ્દુલ્લાએ કરતા ત્યાં રહેતા રેફ્યુજીઓ અને ત્યાંથી ૧૯૯૦ ના દાયકાઓમાં ભગાડી મૂકાયેલા કાશ્મીરી પંડિતો તેમજ અસ્થાયી નાગરિકોમાં આક્રોશ પ્રગટ્યો હોવાના અહેવાલો જોતા ફારૃખ અબ્દુલ્લા સામે કેન્દ્ર ફરીથી કોઈ કઠોર પગલા લેશે,ે તેવી અટકળો પણ થઈ રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit