| | |

કોરોના મુદ્દે આજે સોનિયા ગાંધીના અધ્યક્ષસ્થાને વિપક્ષોની વીડિયો કોન્ફરન્સ

નવી દિલ્હી તા. રરઃ કોરોના મુદ્દે આજે વિપક્ષોની વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાવાની છે. જેમાં ૧૮ રાજકીય પક્ષો જોડાશે. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે, જો કે તેઓ આ મિટિંગમાં મોડેથી જોડાવાના છે.

કોરોના મુદ્દે આજે વિપક્ષના નેતાઓની મહત્ત્વની બેઠક મળવાની છે. આ બેઠક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં મળશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરન, એનસીપી નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમકે સ્ટાલીન સહિત ૧૮ પાર્ટીના નેતા હાજરી આપશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાશે. સાથે સાથે યોજાનારી આ બેઠકમાં મમતા બેનર્જી મોડેથી સામેલ થશે. બેઠકમાં કોરોના અને લોકડાઉન અંગે સરકારે ઊઠાવેલા પગલાં અંગે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તો ઉદ્ધવ ઠાકરે પણ કેન્દ્ર સરકાર પર અનાજ મુદ્દે આકરા પ્રહાર કરી ચૂક્યા છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું કે આવા સમયે કેન્દ્રએ રાજનીતિ ના કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે રાજ્ય કોરોના સામેની લડતમાં સારૃ કામ કરી રહ્યું છે.

આ બેઠક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાશે. ગુલામ નબી આઝાદ અને એકે એન્ટની પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકનો ભાગ લેશે. અહેવાલ આવ્યા છે કે શુક્રવારે મમતા બેનર્જી પીએમ મોદી સાથે બંગાળના તોફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કરશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit