Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં કૃષ્ણ જન્મ ઉત્સવની થશે ભવ્ય ઉજવણી

શહેરમાં શોભાયાત્રા, રાત્રે ગોરસ પ્રસાદીનું આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: ખંભાળીયામાં હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા તા. ૪-૯-૨૬ના જન્માષ્ટમીની ઉજવણી, કૃષ્ણ જન્મ ઉત્સવ તથા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિનની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળીયામાં આ ત્રણ સંસ્થા દ્વારા તા. ૪-૯-૨૬ના શૃક્રવારના સવારે ૮:૩૦ વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે. ખંભાળીયામાં સલાયા ગેઈટ પાસેની ગોવર્ધન નાથજીની હવેલીથી શ્રીકૃષ્ણ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ભગવાનની મહા આરતી કરીને શોભાયાત્રા શરૂ થશે. આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરીને મહાપ્રભુજીની બેઠકે પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં રાધાકૃષ્ણની વેશભૂષા સાથે નાના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાશે તથા તેમને ઈનામો પણ આપવામાં આવશે.

રાત્રે ૧૨ વાગ્યે નગર ગેઈટમાં ઉજવણી ગોરસ પ્રસાદી

વિહિપ દ્વારા રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન નગર ગેઈટ ખંભાળીયામાં રાખવામાં આવેલ છે. રાત્રે ૧૨ વાગ્યે કૃૃષ્ણ જન્મ ઉજવણીની સાથે ગોરસની પ્રસાદીનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મપ્રેમી લોકોએ જોડાવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh