Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રણવી ઉર્સે ઈન્ડિ. ગોલ્ફમાં બાજી મારીઃ કુમકુમ રિકર્વ ઈન્ડિવિજ્યુલ્સમાં ગોલ્ડ મેળવનારી પ્રથમ મહિલા બની
નવી દિલ્હી તા. ૩: પાકિસ્તાનને ક્રિકેટમાં ૧૯ રને હરાવીને ભારતે એશિયન ગેમ્સમાં ૧૯ મો ગોલ્ડ મેડલ મેળવીને દબદબો જાળવી રાખ્યો છે, અને મેડલ ટેલિમાં ટોપ-ફાઈવમાં સ્થાન મેળવી લીધું છે.
એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો જળવાય રહ્યો છેે, ક્રિકેટમાં ૧૯મો ગોલ્ડ મેડલ મેળવી ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું છે.
આજે ક્રિકેટ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. ભારતના નિર્ધારીત ર૦ ઓવરમાં ૬ વિકેટે ર૧૧ રનનો જુમલો નોંધાયો હતો.
ભારત તરફથી અભિષેક શર્માએ જોરદાર ફટકાબાજી કરી ર૮ દડામાં સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે શાનદાર ૬૧ રન કર્યા હતાં. તેણે માત્ર ર૦ દડામાં ફીફટી ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ પણ સ્ફોટક બેટીંગ કરી રર દડામાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે અણનમ પ૧ રન કર્યા હતાં. વૈભવ સૂર્યવંશી ૧પ રન, સંજુ સેમસન બે રન, શ્રયેસ અયર ર૧ રન, ઈશાન કિશન ર૦ રન, દુબે ર૬ રન કરી આઉટ થયા હતાં.
જેના જવાબમાં પાકિસ્તાનની પ્રથમ વિકેટ ૩૯ રનમાં પડી ગઈ હતી. પણ ત્યારપછી હસન નવાઝ અને સઈમ અયુબે ભારતીય બોલરોનો સામનો કરી સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. અને બન્ને વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીમાં ૪૮ દડામાં ૮૭ રન થયા હતાં. સઈમ અયુબ ર૯ રને આઉટ થયો હતો.
હસન નવાઝે પ૧ દડામાં ૭ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૯૬ રન કર્યા હતાં. નિર્ધારીત ર૦ ઓવરમાં પાકિસ્તાનના ૬ વિકેટે ૧૯ર રન થવાથી ભારતનો ૧૯ રનથી જવલંત વિજય થયો હતો અને એશિયન ગેઈમ્સ-ર૬ માં ભારતીય પુરૂષોની ક્રિકેટ ટીમે પણ ગોલ્ડ મેડલ જીતી લીધો હોત.
ભારત તરફથી અક્ષર પટેલ, વોશીંગ્ટન સુંદર અને શિવમ દુબેએ ર-ર વિકેટો ઝડપી હતી.
આમ, ભારતે એશિયન ગેમ્સમાં ૭૭ મેડલ્સ પછીયે આગેકૂચ જાળવી રાખી છે. પ્રણવી ઉર્સે ગોલ્ફ વુમન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભારત આ સાથે જ મેડલ ટેલિમાં પાંચમા સ્થાને પહોંચ્યુ છે.
તિરંદાજીમાં રિકર્વ મેન્સ ઇન્ડિવિજ્યુઅલમાં ભારતના નીરજ ચૌહાણે બ્રોન્ઝ મેડલ જીતી લીધો. દબાણમાં નીરજે શાનદાર નિશાનેબાજી કરી અને પોતાના સાથી ખેલાડી ધીરજ બોમ્માદેવરાને હરાવીને મેડલ પોતાના નામે કર્યો. મેચ પછી બંને ભારતીય તીરંદાજોએ એકબીજાને ભેટી પડ્યા. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતનું રિકર્વ અભિયાન ૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ સાથે પૂરું થયું. રિકર્વની બધી કેટેગરીમાં ભારતે મેડલ જીત્યો. કમ્પાઉન્ડમાં ભારતે ૩ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ જીત્યો. આ રીતે તીરંદાજીમાં ભારતે કુલ ૫ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ, એટલે કે ૯ મેડલ પોતાના નામે કર્યા.
મેન્સ ૭૪ કિગ્રા ફ્રીસ્ટાઇલ વર્ગના રેપેચેજમાં સાગર જગલાને ઉઝબેકિસ્તાનના રઝામબેક જમાલોવને ૭-૩થી હરાવી દીધો. આ સાથે જ તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી છે.
રિકર્વ મેન્સ ઇન્ડિવિજ્યુઅલ્સ ક્વાર્ટર ફાઇનલમાં નીરજ ચૌહાણે ભૂતાનના દોરજી સામે ત્રીજો સેટ ૨૬-૨૬થી ડ્રો કર્યો. બંને ખેલાડીએ છેલ્લા તીર પર ૮ પોઇન્ટ બનાવ્યા, પરંતુ દોરજીના તીરને બાદમાં ૯ પોઇન્ટ આપવામાં આવ્યા. આનાથી બંનેનો સ્કોર સરખો થઈ ગયો અને સેટ વહેંચાઈ ગયો. નીરજ પાસે હવે ૫-૧ની લીડ છે.
ભારતની અંતિમ પંઘાલે મહિલાઓના ૫૩ કિગ્રા કેટેગરીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે સેમી ફાઇનલમાં ૦-૧થી પછડાટ ખાધા પછી શાનદાર વાપસી કરી અને સ્કોર ૬-૧ કરીને મેચ પોતાના નામે કરી. આ સાથે જ ભારતના ઓછામાં ઓછા બીજા બે મેડલ પાકા થઈ ગયા છે. અંતિમ પંઘાલ સિવાય અમન સેહરાવત પણ પોતપોતાના વર્ગના ફાઇનલમાં પહોંચી ચૂક્યો છે.
ભારતના અમન સેહરાવત અને અંતિમ પંઘાલે એશિયન ગેમ્સ રેસલિંગની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. અમને મેન્સ ફ્રીસ્ટાઇલ ૫૭ કેજી ક્વાર્ટરફાઇનલમાં ૧૨-૧થી જીત નોંધાવી. તો વળી, અંતિમે વુમન્સ ૫૩ાખ્ત ક્વાર્ટરફાઇનલમાં ૮-૦થી મેચ જીતી. બંને હવે પોતપોતાની વેટ કેટેગરીના સેમિફાઇનલમાં ઊતરશે.
નાગોયામાં ભારતની પ્રણવી ઉર્સે વુમન્સ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ફમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ. તેણે ચાર રાઉન્ડમાં ૧૫ અંડર ૨૬૫નો સ્કોર કર્યો. પ્રણવીએ ફાઇનલ રાઉન્ડમાં ૭૦નો સ્કોર કર્યો. ત્રીજા હોલ પર ટ્રિપલ બોગી પછી તેણે ત્રણ બર્ડી લગાવીને વાપસી કરી અને એક શોટની લીડથી ગોલ્ડ જીત્યો. ભારતે વુમન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. પ્રણવી સાથે અદિતિ અશોક અને દીક્ષા ડાગર ટીમમાં હતી. ભારતનો સ્કોર ૧૪ અંડર ૫૪૬ રહૃાો, જ્યારે ચીને ૨૨ અંડર ૫૩૮ સાથે ગોલ્ડ જીત્યો. પ્રણવીનો ગોલ્ડ એશિયન ગેમ્સ ગોલ્ફમાં ભારતનો ૨૦૦૨ પછીનો પહેલો ગોલ્ડ છે. આ પહેલા શિવ કપૂરે મેન્સ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીત્યો હતો.
એશિયન ગેમ્સ ૨૦૨૬ના અંતિમ દિવસે ભારતીય તીરંદાજ કુમકુમ મોહોદે ઇતિહાસ રચ્યો. મહિલાઓની રિકવ ઇન્ડિવિઝ્યુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી, જે એશિયન ગેમ્સમાં કોઈ ભારતીય મહિલા દ્વારા આ ઇવેન્ટમાં પ્રથમ ગોલ્ડ છે. કુમકુમે રોમાંચક ફાઇનલમાં દક્ષિણ કોરિયાની ઓહ યેજિનને શૂટઓફમાં હરાવી. આ સાથે ભારતનો ૧૭મો ગોલ્ડ મેડલ અને કુલ ૭૭ મેડલ થયા.
એશિયન ગેમ્સ ૨૦૨૬ના છેલ્લા દિવસની શરૂઆત ભારતે અત્યંત શાનદાર અંદાજમાં કરી છે. ભારતની યુવા મહિલા તીરંદાજ કુમકુમ મોહોદે મહિલાઓની રિકવ ઇન્ડિવિયુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલાએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો હોય. આ રોમાંચક અને કાંટાની ટક્કરવાળા ફાઇનલ મુકાબલામાં કુમકુમએ દક્ષિણ કોરિયાની ખેલાડી ઓહ યેજિનને શૂટઓફમાં હરાવીને આ સફળતા મેળવી છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતનો આ ૧૭મો ગોલ્ડ મેડલ છે અને કુલ મેડલની સંખ્યા ૭૭ પર પહોંચી ગઈ છે.
ફાઇનલ સુધીની સફરમાં કુમકુમએ શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ચીનની ઝૂ જિંગયીને ૬-૨થી હરાવી, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કાંગ ચેયોંગને ૬-૪થી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો.
લોસ એન્જેલસ ઓલિમ્પિક ૨૦૨૮ના બે કોટામાંથી એક મેળવનાર કુમકુમએ ઝૂ સામે ૨૮-૨૭, ૩૦-૩૦, ૨૯-૨૯, ૨૯-૨૮થી જીત મેળવી હતી. આ અગાઉ તેમણે અંકિતા ભક્ત અને કીર્તિ શર્મા સાથે મળીને મહિલા રિકવ ટીમનો ગોલ્ડ તથા ધીરજ બોમ્મદેવરા સાથે મિક્સ્ડ ડબલનો સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial