આધારકેન્દ્રની સુવિધા વિહોણું સલાયા શહેર

સલાયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીસ્તાલીસ હજારની વસ્તી ધરાવતા સલાયા શહેરમાં આધાર કેન્દ્ર બંધ હાલતમાં છે.

સલાયાના તમામ લોકોના આધાર કાર્ડમાં જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બદલે જામનગર જિલ્લો દર્શાવેલ છે. આ જિલ્લાના નામ ફેરફાર સુધારા માટે સલાયાના લોકોને પંદર કિ.મી. દૂર ખંભાળીયા સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે. ગરીબ અને રોજનું કમાનાર વર્ગને એક દિવસની રોજી-રોટીનું નુકસાન કરીને આવવા-જવાનો ખર્ચ કરવો પડે છે.

સલાયા નગરપાલિકામાં આધાર કાર્ડનું કેન્દ્ર હતું પણ કોઈ અરજદારે ઓપરેટરને ફડાકો મારતા ઓપરેટર ચાલ્યો ગયો છે અને આધાર કાર્ડની કોમ્પ્યુટર કીટ પણ ખંભાળીયા મોકલી દેવાઈ છે. સલાયાની પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર કીટ છે પણ ઓપરેટર નથી. આથી સમગ્ર રીતે સલાયા શહરે આધારકાર્ડ કેન્દ્રની સુવિધા વિહોણું બની રહ્યું છે. સલાયામાં સત્વરે આ સુવિધા ચાલુ કરવા લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

close
Nobat Subscription