પોલીસ તંત્રમાં માહિતી અધિકાર કાયદાની હત્યા..!

જામનગર તા. ૧૭ઃ જામનગરના પોલીસ તંત્રમાં માહિતી અધિકાર કાયદા પ્રમાણે અરજી કરી માહિતી માંગનાર અરજદારોને માહિતી આપવામાં આવતી નથી. અપીલ કરનારને સાંભળવામાં આવતા નથી. અપીલ અધિકારી ખૂબ જ બદ ઈરાદા સાથે ગેરહાજર રહે છે. તંત્રના જાહેર માહિતી અધિકારને વારંવાર બદલી નાખવામાં આવે છે. એકપણ અરજીમાં કે અપીલમાં ન્યાય મળતો નથી. જેથી અરજદારોમાં રોષ ફેલાયો છે.

જામનગરના આરટીઆઈ એકટીવીસ્ટ એડવોક્ટ ગૌતમ ગોહિલે આ પ્રશ્ને ઉગ્ર રોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે પોલીસ તંત્રમાં માહિતી અધિકાર કાયદાની હત્યા કરવામાં આવતી હોય તેમ જણાય છે. અને પોલીસ વિભાગમાં આ કાયદાને ખતમ કરી નાંખવાનો કારસો થઈ રહ્યો હોવાનો આક્ષેપ તેમણે નિવેદનમાં કર્યો હતો.

પોલીસ મથકમાં નિયમોનુસાર જાહેર માહિતી અધિકારી, અપીલ અધિકારી અને માહિતી આયોગના બોર્ડ લગાડેલા નથી. પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર બોર્ડ મૂક્યા નથી. અપીલ અધિકારી અપીલ સમયે હાજર રહેતા નથી, અરજદારો સાથે સૌજન્યપૂર્ણ વર્તન કરવામાં આવતું નથી.કે સંતોષકારક જવાબ આપતા નથી અરજદારોને ડરાવી-ધમકાવી તગડી મૂકે છે. આ સમગ્ર બાબત ખૂબ જ ગંભીર છે. પોલીસ તંત્રમાં માહિતી કાયદાનો અમલ કરવામાં જાણી જોઈને અવરોધ કરવામાં આવે છે. અરજીઓ રફે દફે કરી નાંખવામાં આવે છે.

એડવોકેટ ગૌતમ ગોહિલે આ પ્રશ્ને રાજ્યના મુખ્ય પોલીસવડા, માહિતી આયોગન, ગૃહમંત્રી સુધી લેખિતમાં ઉગ્ર રજુઆત કરી દાખલારૃપ કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.

close
Nobat Subscription