Advertisement
Author: નોબત સમાચાર

પૂજા-પાઠ કરી સૌની યોજનાના પાણીને વધાવ્યા પછી પાણી બંધ !!

જો થઈ છે...!

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયાના ઘી ડેમમાં સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી છોડવાના મુદ્દે રજૂઆતો, રજૂઆતને સફળતાની પ્રસિદ્ધિ પછી રાજકીય નેતાઓએ નર્મદાના નીરને વાજતે-ગાજણે વધાવ્યા હતાં, પણ... ત્યારપછી માત્ર ગણતરીના દિવસોમાં જ પાણી આવતું બંધ થઈ જવાથી ગ્રામજનો, ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઘી ડેમના સ્થળે 'જળ હવન' કરી નર્મદાનું પાણી ફરીથી વ્હેલીતકે શરૂ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ ખેડૂતોની લાગણી સાથે રમત નહીં રમવા ચેતવણી આપવામાં આવી હતી.

જો તાકીદે પૂરતા જથ્થામાં નર્મદાનું પાણી ભરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. પ્રસિદ્ધિ અને ફોટોસેશનની રાજનીતિ બંધ કરી ખેડૂતોને વાસ્તવિક રૂપે રાહત મળે તેવી માંગણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh