માર્કેટ સ્કેન

નિફ્ટી ફયુચર ૧૪૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી...!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૮૩.૩૮ સામે ૪૭૯૯૧.૫૩  પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૭૭૭૫.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૪૧૦.૯૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય  શેરબજારનો સેન્સેક્સ ૩૦૧.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૧૮૫.૨૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ  ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૪૩.૨૫ સામે ૧૪૩૮૮.૫૦  પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૦૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત  શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૨૧.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી  ફ્યુચર ૭૮.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૪૨૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૪૬૪૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૬૪૯૫ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૬૪૪૬ ના નીચા મથાળે નોંધાવી ૬૮ પોઈન્ટના વધારા સાથે રૂ.૪૬૪૮૭  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૬૬૨૪૭ ના મથાળેથી ખુલીને રૂ.૬૬૩૩૦ પોઈન્ટના  ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૬૧૯૧ ના નીચા મથાળે નોંધાવી ૧૧૨ પોઈન્ટના વધારા સાથે રૂ.૬૬૨૪૦  આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો... દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને  મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની અંતે રાજય સરકારને ફરજ  પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પણ વણસતી પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા  ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાય એવી બતાવાતી શકયતાએ અને બેન્કોની એનપીએમાં ફરી જંગી  વધારો થવાના અંદાજોએ ગઇકાલે કડાકા બાદ આજે સપ્તાહના બીજા દિવસે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા  ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે મિશ્ર સંકેત સાથે અમેરિકા માર્કેટ ગઇકાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું જ્યારે એશિયાઈ શેરબજારમાં  ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વમાં કોરોના સંક્રમણ ફરી ઝડપી ફેલાઈ રહ્યું સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે એક તરફ  ચિંતા સામે ચાઈના કોરોનામાંથી બેઠું થઈને વેક્સિનેશન ઝડપી કરીને વિશ્વના અર્થતંત્ર પર ફરી કબજો જમાવવા  જઈ રહ્યા છે અને અમેરિકા અર્થતંત્રને પાછળ ધકેલી દેવાના સંકેત વચ્ચે આજે સ્થાનિક સ્તરે કોરોનાના વધી  રહેલા કેસનો ડર હાવી થતાં ભારતીય શેરબજાર ભારે બે તરફી અફડાતફડી જોવા મળી રહી છે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૬%ના ઘટાડા સાથે બંધ રહ્યો  હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૨૦% અને નેસ્ડેક ૦.૩૬% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ  ઈન્ડેક્સ ૧.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૮% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની  વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય  તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૯૩ અને વધનારની  સંખ્યા ૧૭૦૧ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦૭ શેરોમાં ઓનલી  સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫૦% રહેવા અંદાજાયો  છે ત્યારે નાણાં વર્ષ ૨૦૨૧માં  જોવાતા ૮%ના ઘટાડાને ભરપાઈ કરવા ભારતે ઝડપથી વિકાસ સાધવાનો રહેશે  એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. કોરોનાને કારણે ૨૦૨૦માં  ભારતનો આર્થિક વિકાસ દર ૮% ઘટયો છે. ભારતમાં ગયા નાણાં વર્ષમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો હતો.

ગયા વર્ષના ઘટાડા બાદ વર્તમાન વર્ષમાં ભારતમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે અને હાઈ ફ્રીકવન્સી  ઈન્ડીકેટર્સ રિકવરી દર્શાવી રહ્યા છે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં ફરી જોવા મળી રહેલા નિયમનોને કારણે  રિકવરી સામે જોખમો ઊભા થતાં દેશના અર્થતંત્ર પર પડેલી અસરને પહોંચી વળવા ભારતે વધારાના આર્થિક  સ્ટીમ્યુલ્સ પૂરા પાડવાની સ્થિતિ બની છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૧ના અંતની શરૂ થઈ રહેલી સીઝનમાં  ટીસીએસના રિઝલ્ટ બાદ આગામી દિવસોમાં ૧૪,એપ્રિલના ઈન્ફોસીસ, ૧૫,એપ્રિલના વિપ્રો તેમજ  ૧૬,એપ્રિલના માઈન્ડટ્રીના જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ઈન્ડીગો (૧૫૯૩) ઃ એરલાઈન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૦ આસપાસ ટ્રેડીંગ  થતો આ સ્ટોક રૂ.૧૫૬૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૨૩  સુધી તેજી તરફી ધ્યાન...!!!

લાર્સન એન્ડ ટુબ્રો (૧૩૫૩) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૨૭ ના  સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

લુપિન લિમિટેડ (૧૦૪૧) ઃ રૂ.૧૦૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૨૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી  આ સ્ટોક રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

ઓરબિંદો ફાર્મા (૯૧૩) ઃ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૨૭ થી રૂ.૯૩૩ ના ભાવની  સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

બાયોકોન લિમિટેડ (૪૦૭) ઃ રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૦ ના સ્ટોપલોસ  આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૧૪ થી રૂ.૪૨૦ આસપાસ  નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit