ભાભીએ પોલિસમાં કરેલ ફરિયાદનો ખાર રાખી દેર પર ચાર શખ્સે હુમલો કરી હુલાવી દીધી છરી

જામનગર તા. ૩૦ઃ ભાણવડમાંથી રવિવારે પસાર થતા એક યુવાનને તારી ભાભીએ અમારી સામે ફરિયાદ કેમ કરી છે તેમ કહી ચાર શખ્સો ટોમી, પાઈપ, છરી વડે તૂટી પડ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં બસ સ્ટેન્ડ પાસેથી રવિવારે બપોરે ખંભાળીયાના ફીરોઝ અબ્દુલભાઈ મધુપોત્રા પસાર થતા હતાં ત્યારે ત્યાં ધસી આવેલા રામ દેવાભાઈ, ડોસા દેવાભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સે ફીરોઝભાઈને રોકી તારી ભાભીએ અમારા પર ફરિયાદ કેમ કરી છે તેમ કહી બોલાચાલી કરી હતી.

ત્યારપછી ઉપરોક્ત ચારેય શખ્સોને લોખંડની ટોમી, પાઈપ, ઢીકા પાટુ વડે હુમલો કરી ફીરોઝને લમધારી નાખ્યો હતો. રામ દેવાભાઈએ પોતાની પાસે રહેલી છરી માથામાં હુલાવી દીધી હતી. લોહીલુહાણ બની ગયેલા ફીરોઝભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેણે ગઈકાલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Ank Bandh
close
PPE Kit