| | |

જવાહરભાઈ ચાવડાએ કોવિડ-૧૯ ની સ્થિતિની કરી સમીક્ષાઃ કલેક્ટરે આપી માહિતી

ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ ની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રીની ચેમ્બરમાં યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાએ નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. તે દરમિયાન કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ ડીસ્ટ્રીક્ટ રીપોર્ટીંગની માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ કુલ ૧૮ર૪ લોકો ક્વોરેન્ટાઈન છે. જે પૈકી ૧૦૬ર સરકારી ક્વોરેન્ટાઈન, ૬૯ર હોમ ક્વોરેન્ટાઈન અને ૭૦ પ્રાઈવેટ (બોટ) ક્વોરેન્ટાઈન છે. પ૯૧૦ પેસેન્જરનું ૧૪ દિવસનું ફોલોઅપ પૂર્ણ થયેલ છે. નવા ૩પ પેસેન્જર આવેલ છે. શંકાસ્પદ કેસો ૧રપ૯ પૈકી ૧ર૪૭ કેસોના રિપોર્ટ નેગેટીવ આવેલ છે. દ્વારકાના ૧૧ પોઝિટિવ કેસ છે અને એક અન્ય જિલ્લાનો પોઝિટિવ કેસ મળી કુલ ૧ર પોઝિટિવ કેસ છે. કોરોના પોઝિટિવ કેસ વિસ્તાર જેવા કે બેટદ્વારકા, સલાયા અને નાના આંબલા વિસ્તારમાં થયેલ કામગીરીની માહિતી આપી હતી. જેમાં સર્વે કરેલ વસતિ મળેલ શંકાસ્પદ કેસો, કુલ લીધેલ ૧૩ર સેમ્પલ પૈકી બેટદ્વારકામાં ૩૧, સાલાયામાં ૭પ અને નાના આંબલામાં ર૬ સેમ્પલ છીધા હતાં. જેમાં ૧ર૪ ના રિપોર્ટ નેગેટીવ આવેલ હતાં અને ૮ પોઝિટિવ આવેલ હતાં. ત્રણેય વિસ્તારનું કુલ કોન્ટેક્ટ ટ્રેસિંગ ૧ર૭ હતું તે બધા જ ૧ર૭ સરકારી ક્વોરેન્ટાઈન કરેલ હતાં.

જનરલ હોસ્પિટલ જામખંભાળિયામાં આઈશોલેશન વોર્ડમાં દાખલ કરેલ દર્દીની સંખ્યા હાલ ૧રર છે. જેમાં પોઝિટિવ દર્દીની સંખ્યા-૧ર, રીફર કરેલ દર્દીની સંખ્યા-૧, દાખલ દર્દીઓમાંથી ડિસ્ચાર્જ કરેલ દર્દીની સંખ્યા-૧૧, દાખલ કરાયેલ પોઝિટિવ દર્દીઓમાંથી ડિસ્ચાર્જ કરેલ દર્દીની સંખ્યા ૪ છે. એ મે માસમાં તા. ૧૯-પ-ર૦ર૦ સુધી ૪૧૩ર ની ઓ.પી.ડી. હતી. તા. ૧૯-પ-ર૦ર૦ સુધી નોર્મલ ડિલિવરી ૪ર સીઝેરિયન-ર૦, મેજર ઓપરેશન-ર૮, માઈનર ઓપરેશન ૬૩ કરેલ હતાં. જિલ્લા  પુરવઠા તંત્ર દ્વારા અંત્યોદય, એન.એફ.એસ.એ., બીપીએલ, કાર્ડધારકો ઉપરાંત એપીએલ-૧, કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ, કઠોળ, ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે. અંત્યોદય યોજનાવાળા ૧,૧૬,પ૦૦ કાર્ડધારકોના ખાતામાં રૃા. ૧૦૦૦ જમા કરાવવામાં આવ્યા છે. રવિ માર્કેટીંગ સીઝનમાં ઘઉંની ખરીદી ચાલુ છે. ૩૭૧પ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. આજ સુધી ૧૧પ જેટલા ખેડૂતો પાસેથી ખરીદી થઈ શકેલ છે. આ સમિક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, પોલીસ વડા રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ તથા લગત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit