જામનગર જિ. પં.ના દસ તલાટીઓની વિસ્તરણ અધિકારી તરીકે બઢતી

જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લા પંચાયતના દસ તલાટી-કમ-મંત્રીઓને વિસ્તરણ અધિકારી તરીકે બઢતીના આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા છે.

જેમાં જોડીયા તાલુકાના સુરેશભાઈ પોપટને તેમજ વિનોદભાઈ ચૌહાણને જોડીયામાં, જેન્તિલાલ બાવનજી ગૌતમીને લાલપુરમાં, અશ્વિન ખાંટને જામજોધપુરમાં, વૃજલાલ રાઠોડને જામનગરમાં, રઘુભા જાડેજાને કાલાવડમાં, પ્રવિણભાઈ ઘેટીયાને જોડીયાથી ધ્રોલમાં, મંગળસિંહ જાડેજાને જોડીયામાં, રમેશભાઈ હિરપરાને કાલાવડથી લાલપુરમાં તથા જયેશભાઈ પડીયાને લાલપુર તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit