Advertisement
Author: નોબત સમાચાર

ડમ્પીંગ સાઈટ પર હજુ કચરો સળગાવાય છે !

શહેરની 'સળગતી' સમસ્યા !

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ખંભાળીયા નગરપાલિકાના થતા કરોડોના વિકાસ કાર્યોમાં ભારે ગરબડ ગોટાળા ચાલતા હોય અને ભાગ બટાઈ અને ભ્રષ્ટાચારો ચાલતા હોય તેનું ઉત્તમ ઉદાહરણ પાલિકાની ડમ્પીંગ સાઈટ પર ઘન કચરાનો નિકાલ કરવાનું કામ છે.

અગાઉના પાલિકા પદાધિકારીઓની રજૂઆતોના પગલે રાજ્ય સરકારે સાડા ત્રણ કરોડ આ ઘન કચરો વર્ષોથી પડેલ તેના નિકાલ માટે કામ આપેલું, પણ ઘન કચરાનું વિભાજન કરીને પ્લાસ્ટિક, માટી, ખાતર ડુચો વગેરે જુદા કરી તેની રકમ લાખોની પાલિકાને આવે. પણ અહીં તો કરોડોના ખર્ચે કચરાનું નિકાલ કાર્ય ચાલે છે કે કચરો સળગાવવાનું ચાલે છે ? તે મોટો પ્રશ્ન હોય, ગમે ત્યારેે ત્યાંથી નીકળતો ધુમાડો અને કચરો સળગતો હોય !! નજીકના વિસ્તારોના રહીશો માટે  ભારે મુશ્કેલીરૂપ અને આરોગ્ય ખતરારૂપ છે.

લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે કરોડોના ખર્ચે કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલનું ટેન્ડર મંજુર થયું છે. લાખો ચૂકવાયા છે, તો સળગાવાય છે કેમ ? શું ત્યાંના જવાબદાર અધિકારીને દેખાતું નથી કે ના દેખાવા માટે નૈવૈદ્ય મળે છે !! જો કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કરોડો મળે છે, મહિને લાખોના બીલો બને છે, તો કચરો સળગાવવાનું શા માટે ? ગ્રાન્ટનો આવો કેવો ઉપયોગ ? ટેન્ડરની શરતોનું પાલન કેમ નહીં ? વિકાસના નામે કરોડોની ગ્રાન્ટ ખર્ચાય છતાં પ્રજાને શુદ્ધ હવા પણ ના મળે ?

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh