ખંભાળીયા-ભાણવડ તથા ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટાં

ખંભાળીયા તા. ૨૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમૂક સ્થળોએ આજે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આવતીકાલથી સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આજે સવારે ખંભાળીયા, ભાણવડ તથા ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. આથી બફારામાં લોકોને થોડી રાહત મળી હતી. જાણીતા બેઘર એનાલિસ્ટ કનુભાઈ કણઝારિયાના મંતવ્ય મુજબ આવતીકાલથી સારો વરસાદ થશે અને આ સક્રીય થઈ રહેલી સિસ્ટમ સાર્વત્રિક હશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit