| | |

તમાકુ, બજરના વેપારીને ત્યાં ઉમટતા ટોળા અંગે ખૂદ ડી.વાય.એસ.પી. ત્રાટક્યાઃ ૧૫૦ને પકડ્યા

ખંભાળીયા તા. ૨૨ઃ ખંભાળીયા શહેરમાં મસાલા, તમાકુ તથા બજરના વિક્રેતાઓને ત્યાં ટોળાશાહી થતી હોવાની ફરિયાદોના પગલે ગઈકાલે સવારે ખુદ ખંભાળીયા વિભાગીય પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરી ત્રાટક્યા હતા તથા ૧૫૦ જેટલા બંધાણીઓને ચાલીને નજીકના પોલીસ મથકે લઈ જવામાં આવેલા હતા.

સતત ત્રણ દિવસ પછી ખુલેલી બજરની દુકાન તથા ઓડ ઈવનના નિયમોને લીધે અન્ય બે દુકાન બંધ હોય તથા કતારોમાં શાંતિપૂર્વક, માસ્ક સાથે અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઊભા રહેવાની ખાતરી આ૫તા ડી. વાય. એસ. પી. હિરેન્દ્ર ચૌધરીએ માનવતાવાદી અભિગમ અપનાવીને તમામને કડક સૂચના સાથે જવા દીધા હતા!

સતત બે દિ' બંધ પછી ત્રીજા દિવસે બજરની દુકાન ખૂલતા બંધાણીઓ ખાસ કરીને વૃદ્ધો ગ્રામજનો જેઓ બજર ના મળવાથી મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા તેમને બજર મળવા લાગતા રાહત થઈ છે.

ગ્રામ્ય વિસ્તારમાં તો ૭૦-૮૦-૯૦ વર્ષના બજરના બંધાણી સ્ત્રી-પુરૃષોને બજરની ડબલી મળતા ખુશ જોવા મળતા હતા.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit