| | |

જામનગરમાં મીઠાઈ, ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ કરાયું: અખાદ્ય મીઠાઈ, ફરસાણના જથ્થાનો નાશ કરાયો

જામનગર તા. રરઃ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ગત્ સપ્તાહ દરમિયાન મીઠાઈ, ફરસાણની દુકાનોમાં આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

જેમાં અંબિકા ડેરી ફાર્મ (દરેડ - જીઆઈડીસી ઉત્પાદક યુનિટ) માંથી ૩૦ કિલો બરફી, ર૦ કિલો થાબડી, ૩૦ કિલો શીખંડ, પ૦ કિલો ચુરમાના લાડુ અને ર૦ કિલો માવા સેન્ડવીચ, સુરેશ સ્વીટ એન્ડ ફરસાણ, (મારૃ કંસારા હોલ પાસે) ર૦૦ કિલો ફરસાણ અને ૩૦ કિલો મીઠાઈ, અંબિકા ડેરી પ્રોડક્ટ (એમ.પી. શાહ, ઉદ્યોગનગર - ઉત્પાદન યુનિટ) માંથી ૧૦૦ કિલો ફરસાણ અને પપ કિલો મીઠાઈ તેમજ ૭૦ કિલો બંગાળી મીઠાઈ, સદ્ગુરૃ ડેરી ફાર્મ (પ૮ દિ.પ્લોટ, ગોડાઉન) માંથી ૩૬ કિલો ફરસાણ, ૧પ કિલો મીઠાઈ અને ૩પ કિલો ગુલાબ જાંબુ, એકતા સ્વિટ (રણજીતનગર મેઈન રોડ), ૧૦૦ કિલો ફરસાણ તેમજ શ્રી અંબિકા ડેરી એન્ડ સ્વિટ (ર૦-દિ.પ્લોટ) ૬૦ કિલો ફરસાણ કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સંજીવની મેડિકલ સ્ટોરેજ (જોગર્સ પાર્ક - પેલેસ ગ્રાઉન્ડ સામે) માંથી મેંગો ફ્રુટી - મોટા ૧૦ નંગ, નાના ૩૦ નંગ તેમજ એપલ ફીઝા ૬ નંગ, ફ્રૂટ બિયર ૧, સોફટી ૩૦, મોન્સ્ટર, જયુસ ૩૦ ટીન તેમજ મોન્ટસ્ટર એનર્જી ડ્રીંકના ર૦ ટીન કબજે લઈ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit