દ્વારકામાં મકાનમાંથી ઝડપાઈ અંગ્રેજી શરાબની છત્રીસ બોટલ

જામનગર તા. ૧૭ઃ દ્વારકા શહેરમાં નરસંગ ટેકરીમાં એક મકાનમાં એલસીબીએ દરોડો પાડી અંગ્રેજી શરાબની ૩૬ બોટલ પકડી પાડી છે. આરોપી પોલીસના આગમન પહેલાં નાસી જવામાં સફળ થયો છે.

દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા ગઈકાલે દ્વારકા શહેરમાં કરવામાં આવી રહેલા ૫ેટ્રોલીંગમાં સ્ટાફના અરજણભાઈ મારૃ, બલભદ્રસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે નરસંગ ટેકરીમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો છે. તે બાતમીથી પીઆઈ જે.એમ. ચાવડાને વાકેફ કરાયા પછી સ્ટાફે દરોડો પાડ્યો હતો.

નરસંગ ટેકરીમાં આલાભા દેવુભા માણેકના મકાનમાં એલસીબીએ ચકાસણી કરતા ત્યાંથી અંગ્રેજી શરાબની ૩૬ બોટલ મળી આવી હતી. એલસીબીએ રૃા. ૧૪,૪૦૦ ની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો છે જ્યારે આરોપી આલાભા માણેક દરોડા પહેલાં નાસી ગયો હતો. તેની શોધખોળ શરૃ કરાઈ છે.

close
Ank Bandh
close
PPE Kit